સાઉદી અરબમાં અનાથ છોકરીઓ સાથે નિર્દયતાથી મારપીટ કરવામાં આવી હોવાનો વીડિયો સામે આવ્યો છે. આ વીડિયોમાં કેટલાક સિક્યોરિટી ગાર્ડ્સ ઓર્ફનેજ (અનાથાશ્રમ)માં છોકરીઓને ખરાબ રીતે માર મારતા નજરે પડી રહ્યા છે. એક ગાર્ડ્સ છોકરીને તેના વાળ પકડીને ઢસડી હતી અને લાતો મારી હતી. એટલું જ નહીં, તેને બેલ્ટથી પણ માર મારવામાં આવ્યો હતો. વીડિયોમાં સુરક્ષાકર્મીઓ આમતેમ ભાગી રહેલી છોકરીઓને લાકડીઓ વડે માર મારતા જોવા મળી રહ્યા છે.
રિપોર્ટ મુજબ આ ઘટના 31 ઓગસ્ટની હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. જો કે સિક્યોરિટી ગાર્ડ્સ આ છોકરીઓ સાથે મારપીટ શા માટે કરી છે તેનું સ્પષ્ટ કારણ જણાવવામાં આવ્યું નથી. જો કે વીડિયો પોસ્ટ કરનારી એક છોકરીએ કહ્યું હતુ કે અનાથાશ્રમની છોકરીઓ ભ્રષ્ટાચાર સામે વિરોધ પ્રદર્શન કરી રહી હતી.સોશિયલ મીડિયા પર આ વીડિયો વાયરલ થયા બાદ આ મામલો સામે આવ્યો હતો.