ઉત્તરી અમેરિકી દેશ હૈતીના રાષ્ટ્રપતિ જોવેનેલ મોઇસની હત્યાનાં 4 વર્ષ પછી પણ દેશમાં સુરક્ષા સ્થિતિ નિયંત્રણમાં નથી આવી. અહીં હજુ પણ અરાજકતા ફેલાયેલી છે. છેલ્લાં 4 વર્ષમાં સતત નવી ગેંગો બની રહી છે. જોકે, સૌથી મહત્ત્વપૂર્ણ વાત જે 2024ની શરૂઆતથી જોવા મળી છે તે એ છે કે આ ગેંગ હવે પોતાને સંગઠિત કરવા અને મિલિશિયા બનાવવાની દિશામાં વધતી દેખાઈ રહી છે. ‘5 સોગોન’ એક એવી ગેંગ છે જેણે 4 મહિનામાં ઘણી ગેંગે રાજધાની પોર્ટ ઓફ પ્રિન્સના મોટા ભાગના હિસ્સા પર નિયંત્રણ કરેલું છે.
અમીર વર્ગનાં હિતો માટે બનેલી ગેંગ હવે રાજકીય સ્થિરતા માટે જોખમી
હૈતીના સૌથી મોટા કોકીનના તસ્કરોમાંથી એક ‘5 સોગોન’ ગેંગ જે પહેલાં રાજકીય અને ઉચ્ચ વર્ગનાં હિતો માટે બનાવાઈ હતી, હવે મોટી શક્તિશાળી સંસ્થાઓમાં બદલાઈ ગઈ છે. તે મુખ્ય માળખા પર કંટ્રોલ રાખી રહ્યા છે. આ ઉપરાંત આ રાષ્ટ્રીય સુરક્ષા અને રાજકીય સ્થિરતા માટે મોટું જોખમ ઊભું કરી રહ્યા છે. ‘5 સોગોન’ ગેંગ સોશિયલ મીડિયા પર પોતાને એક સંગઠિત જૂથ તરીકે રજૂ કરી રહી છે. જ્યાં પહેલાં તે છૂપાઈને રહેતી હતી. હવે આ ગેંગ પોતાનાં ગુણગાન ગાઈ રહી છે અને તેના વીડિયો પોસ્ટ કરી રહી છે. વીડિયોમાં ગેંગના સભ્ય હવે ટેક્ટિકલ કપડાં અને આધુનિક હથિયારો સાથે નજરે પડે છે. તેમના હાથોમાં બેલ્જિયમમાં બનેલી એફએનએફએએલ રાઇફલો જોવા મળે છે.