શહેરના બોસમીયા કોલેજ સંકુલમાં આવેલ એસપીસીજી સ્કૂલમાં આરટીઇ હેઠળ પ્રવેશ મેળવેલ વિદ્યાર્થીઓનો અલગ વર્ગમાં બેસાડવાની એક વર્ષ જૂની ફરીયાદ બાબતે હજુ સુધી કોઈ પગલાં ન લેવાતા આજે વાલીઓ દ્વારા મામલતદાર, શાસનાધીકારીને કરી શિક્ષણ આપવામાં ભેદભાવ એક અઠવાડિયામાં દૂર નહિ થાય તો આત્મવિલોપનની ચીમકી આપી હતી.
હાલના શિક્ષણના વ્યાપરિકરણ, હાઈ ટેક યુગમાં ગરીબ વર્ગના બાળકોને શિક્ષણ મળવું દોહલુ થઈ ગયું છે. ઉપરથી મોટા ભાગની સરકારી શાળાઓ પણ બંધ થવા લાગી છે જેથી આર્થિક ગરીબ વર્ગના બાળકો પણ ખાનગી શાળાઓમાં અભ્યાસ કરી શકે તે માટે સરકાર દ્વારા આરટીઇ રાઈટ ટુ એજ્યુકેશન શિક્ષણ મેળવવાના અધિકારનો કાયદો બનાવ્યો.