Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

મોસ્કો | 1 કરોડ 20 લાખની વસ્તી ધરાવતું મોસ્કો ખાલી-ખાલી દેખાઈ રહ્યું છે. રેસ્ટોરન્ટમાં અગાઉની જેમ લોકો નથી દેખાઈ રહ્યા. દુકાનો ખાલીખમ પડી છે. રસ્તાઓ સૂમસામ થઈ ગયા છે. જે લોકો દેખાઈ પણ રહ્યા છે, તેમાં મહિલાઓ જ છે. પુરુષો તો જાણે ગાયબ જ થઈ ગયા છે. હકીકતમાં રશિયાના પાટનગરથી ગાયબ પુરુષો યુક્રેન સામેના યુદ્ધમાં ગયા છે. કેટલાકને ભય છે કે તેમને પણ યુદ્ધમાં મોકલી દેવામાં આવશે, તેથી તેઓ શહેર છોડીને જતા રહ્યા છે. રશિયાના અધિકારીઓનું માનવું છે કે 2 લાખ રશિયન કઝાકિસ્તાન નાસી ગયા છે, કારણ કે ત્યાં જવા માટે રશિયનને પાસપોર્ટની જરૂર નથી પડતી. ઉપરાંત જ્યોર્જિયા, અર્મેનિયા, અઝરબૈજાન, ઈઝરાયલ, અર્જેન્ટિના અને પશ્ચિમ યુરોપના દેશોમાં ઘણા બધા રશિયન પહોંચ્યા છે. સિલસિલો હજુંય યથાવત છે. પાટનગરના એક સલૂનની મેનેજર કહે છે કે અમારા અડધા ગ્રાહકોએ દેશ છોડી દીધો છે. પુરુષ વાળંદ પણ અહીંથી જતા રહ્યા છે. તેઓએ રાષ્ટ્રપતિ પુટિનના પુરુષોને યુદ્ધ પર મોકલવાના અભિયાનથી બચવા માટે દેશ છોડ્યો છે. જે રહી ગયા છે, તેઓને ભય છે કે જો તેઓ રસ્તા પર દેખાશે તો તેમને યુદ્ધમાં મોકલવાની નોટિસ આપી દેવામાં આવશે. મેટ્રો સ્ટેશનની બહાર પુરુષોના દસ્તાવેજો ચેક કરવામાં આવી રહ્યા છે. ઓલ્યાના બોયફ્રેન્ડે પણ દેશ છોડી દીધો છે. મોસ્કોમાં હાજર મહિલાઓ કહે છે કે તેમના પુરુષ સાથી દેશ છોડીને જતા રહ્યા છે. કેટલાક જવાની તૈયારીમાં લાગ્યા છે. તેમને ભય છે કે જો તેમની ઓળખ સાર્વજનિક થશે તો તેઓને પરિણામ ભોગવવું પડશે. રશિયનોના દેશ છોડવાની શરૂઆત તો યુક્રેન સાથે યુદ્ધ શરૂ થતા જ થઈ ગઈ હતી. જેલમાં મોકલવાના ડરથી એ પણ દેશ છોડીને જતા રહ્યા, જેઓએ યુદ્ધનો વિરોધ કર્યો હતો. દેશ છોડી રહેલા લોકોને એ પણ ભય છે કે જો માર્શલ લો લગાવી દેવામાં આવશે તો બોર્ડર સીલ કરી દેવામાં આવશે. તેઓ રશિયામાં જ ફસાઈ જશે. શુક્રવારે પુટિને જાહેાત કરી હતી કે 2 લાખ 20 હજાર લોકોને યુદ્ધ પર મોકલવા માટે તૈયાર કરાયા છે. 33 વર્ષિય ફોટોગ્રાફર સ્તાનિસ્લાવા કહે છે કે જાણે રશિયા ફક્ત મહિલાઓનો જ દેશ બની ગયો છે.