Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

બ્રિટનમાં નવા વડાપ્રધાનની જાહેરાતમાં એક સપ્તાહનો સમય બાકી છે. ઋષિ સુનક અને લિઝ ટ્રસ વચ્ચે મુકાબલો છે. સત્તાધારી કન્ઝર્વેટિવ પાર્ટીના આશરે બે લાખ મતદારોના હાથમાં ચાવી છે. આશરે 70% મતદારોએ સિક્રેટ બેલેટ પક્ષની ઓફિસમાં મોકલી દીધા છે. એક મહિના સુધી ટીવી ડીબેટ અને સભાઓ પછી સુનક પાછળ પડતા નજરે પડી રહ્યા છે. બ્રિટનની આ ચૂંટણીમાં મોંઘવારી સૌથી મોટો મુદ્દો બનીને ઊભરી છે.


નાણામંત્રી રહેલા સુનક પાસેથી લોકોને મોંઘવારીથી રાહત મળવાની આશા હતી, પરંતુ મોંઘવારી મુદ્દે સુનક મોડલ નિષ્ફળ જતું દેખાઈ રહ્યું છે. બ્રિટનમાં છેલ્લા એક વર્ષમાં કૉસ્ટ ઓફ લિવિંગમાં 18% વધારો થયો છે. સુનકે એનર્જી બિલમાં સાત ટકા વેટ ઘટાડવાનું વચન આપ્યું હતું, પરંતુ બાદમાં તેમણે આ નિર્ણય યોગ્ય સમયે લેવાની વાત કરી. છેવટે બાજી પલટાતી ગઈ અને સુનક પણ મતદારોને મોંઘવારીથી રાહત મળશે એવો વિશ્વાસ ના અપાવી શક્યા. હવે સુનક પોતાની પાર્ટીના સરવેમાં ટ્રસથી 30 પોઈન્ટ પાછળ થઈ ગયા છે.