વિશ્વ હવામાન વિજ્ઞાન સંસ્થાએ વૈશ્વિક તાપમાનમાં વધારો થવાની ચેતવણી આપી છે. સાથે જ કહ્યું છે કે, લા નીના બાદ હવે ગરમી વધારનાર અલ નીનો વિકસિત થઇ શકે છે. આ વરસાદના પેટર્નને પણ માઠી અસર કરી શકે છે. પર્યાવરણનાં મુદ્દા પર કામ કરનાર ડાઉન ટૂ અર્થનાં અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે, અલ નીનો ત્રણ વર્ષ બાદ ખુબ જ અસામાન્ય હવામાનનો તબક્કો પૂર્ણ કરવા તરફ છે. આના કારણે દુનિયામાં હવામાન પર ખુબ જ માઠી અસર થઇ શકે છે. અલ નીનોની ઘટના દરમિયાન પ્રશાંત ક્ષેત્રનાં પૂર્વીય દેશો ઓસ્ટ્રેલિયા, ફિલીપાઇન્સ, થાઇલેન્ડ, મલેશિયા, ચીનમાં સામાન્ય કરતા વધારે ગરમી હતી. બીજી બાજુ પશ્ચિમી ક્ષેત્રનાં દેશો જેમાં આર્જેન્ટિના, બ્રાઝિલ જેવા દેશ છે ત્યાં ઠંડી રહી હતી. ગયા વર્ષે 2022માં લા લીનાની સતત ત્રીજા વર્ષે સ્થિતિ રહી હતી.