Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

અમેરિકામાં બુધવારે સાંજે વ્હાઇટ હાઉસથી બે બ્લોક દૂર થયેલી ફાયરિંગમાં વેસ્ટ વર્જિનિયા નેશનલ ગાર્ડના બે સભ્યોના મોત થયા. વોશિંગ્ટન ડીસીના ગવર્નર પેટ્રિક મોરિસિએ મૃત્યુની પુષ્ટિ કરી. ફાયરિંગમાં સામેલ શંકાસ્પદ પણ ઘાયલ થયો છે. તેને કસ્ટડીમાં લેવામાં આવ્યો છે. ઘટના 17મી અને H સ્ટ્રીટના ખૂણા પર બની હતી.


પેટ્રિક મોરિસિએ કહ્યું કે ઘટનાની તપાસ ચાલુ છે. રાજ્ય સરકાર સતત તપાસ એજન્સીઓના સંપર્કમાં છે. ઘટનાની જાણ થતાં યુએસ સિક્રેટ સર્વિસ, એટીએફ અને જોઈન્ટ ડીસી ટાસ્ક ફોર્સની ટીમો ઘટનાસ્થળે પહોંચી.

APના સમાચાર મુજબ એક અધિકારીએ નામ ન છાપવાની શરતે જણાવ્યું કે એક ગાર્ડને માથામાં ગોળી વાગી છે. રાષ્ટ્રપતિ ટ્રમ્પે શંકાસ્પદને જાનવર કહ્યો છે. તેમણે કહ્યું કે તે તેની ખૂબ મોટી કિંમત ચૂકવશે.

ટ્રમ્પે ટ્રુથ પર લખ્યું- અમારા મહાન નેશનલ ગાર્ડ અને સુરક્ષા દળો પર ગર્વ છે. હું અને મારી આખી ટીમ તેમની સાથે છીએ.