ઈસ્લામ ધર્મમાં પણ દાન નો અનોખો મહિમા છે. રમઝાનના દિવસોમાં મુસ્લિમ બિરાદરો ભૂખ્યાને ભોજન પીરસતા હોય છે તેમજ પાડોશીને મદદ કરવાની સાથે અનેક પ્રકારના દાન સાથે નેક કાર્ય કરતા હોય છે. શબ-એ-બારાતને ઈબાદત ને રાત્રિ પણ કહેવામાં આવે છે. એવું કહેવાય છે કે જે વ્યક્તિ શબ-એ-બારાતમાં ખુદાની ઈબાદત કરે છે અને તેના બધા પાપ માફ થઈ જાય છે. સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં એક મુસ્લિમ માતાએ પોતાના વ્હાલસોયા પુત્રના લીવર, બે કિડની અને સ્વાદુપિંડનું અંગદાન કર્યું છે.
અંકલેશ્વર તાલુકાના કોસમડી ગામે રહેતાં અને રીકશા ચલાવતો સદ્દામ પઠાણ તારીખ 4 માર્ચના રોજ વાલિયા રોડ પરથી પસાર થઇ રહ્યો હતો તે સમયે તેની બાઇક સ્લીપ થઇ જતાં તેને માથાના ભાગે ગંભીર ઇજા પહોંચી હતી. ઇજાગ્રસ્તને સારવાર માટે સુરતની સિવિલ હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો.