રાજકોટ જીએસટી વિભાગને રૂ.1660 કરોડના ટાર્ગેટ સામે રૂ. 1700 કરોડની આવક થઇ ગઈ છે. હાલમાં 65 હજારથી વધુ વેપારીઓ રજિસ્ટર્ડ છે. જોકે જે વેપારીઓએ હજુ ટેક્સ નથી ચૂકવ્યો તેની પાસેથી ટેક્સ વસૂલાતની કાર્યવાહી ચાલુ છે. માર્ચ માસ પૂરો થવાને આડે હવે ગણતરીના દિવસો બાકી છે. ત્યારે જે કરદાતા નિયત સમયમાં ટેક્સ નહિ ભરપાઈ કરે તેની સામે કાર્યવાહી કરવામાં આવશે.
જોકે ટેક્સ વસૂલ કરતા અધિકારીઓ હજુ વેટના એસેસમેન્ટની કામગીરી પૂરી નથી કરી શક્યા તેની સામે કરદાતામાં રોષ જોવા મળી રહ્યો છે. ટેક્સ કન્સલ્ટન્ટોના જણાવ્યાનુસાર 6 વર્ષ પહેલાના હજુ એસેસમેન્ટના કેસ બાકી છે. જેમાં સી - એચ ફોર્મ મળતા નથી તેવા કિસ્સામાં વેપારીઓને મુશ્કેલી પડી રહી છે. અંદાજિત 6 હજારથી વધુ કેસ બાકી છે. જીએસટી સિવાય રૂ. 117 કરોડની વેટની આવક થઇ છે.