વિશ્વભરમાં ખ્યાતિ પ્રાપ્ત મુન્દ્રા પોર્ટ પર ડ્રગ્સ પકડાયા બાદ ડ્યુટી ચોરી કરી થતી સોપારીની આયાતના કિસ્સા તાજેતરમાં નિરંતર સામે આવી રહ્યા છે ત્યારે આજે ફરી CWC (સેન્ટ્રલ વેરહાઉસ કોર્પોરેશન)હસ્તકના સ્પિડી સીએફએસમાં કેન્દ્રની સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન ની ટીમે ધામા નાખતા બંદરીય વેપારીઓમાં ફફડાટ ફેલાયો છે.
આજે વહેલી સવારથી મુન્દ્રા પોર્ટ સ્થિત સીડબ્લયુસી હેઠળના સ્પીડી સીએફએસમાં ત્રાટકેલી સીબીઆઈની ટુકડીએ દોઢ વર્ષ જૂના કેસમાં તપાસનો ધમધમાટ આગળ વધાર્યો હતો.એક અહેવાલ મુજબ કેન્દ્ર સરકાર હસ્તકના સીડબ્લયુસી સીએફએસ નું સંચાલન અંદાજિત ત્રણ વર્ષ અગાઉ ખાનગી એવા સ્પીડી સીએફએસને સુપ્રત કરવામાં આવ્યું હતું. ત્યારે થયેલ એમઓયુ માં પ્રતિ કન્ટેનર રોયલ્ટી ચુકવણાં રૂપે અમુક રકમ નિયત કરાઈ હતી. પરંતુ સ્પીડીના સંચાલકો દ્વારા કન્ટેનરોની મુવમેન્ટ ઓન રેકર્ડ ઓછી બતાવી આર્થિક કૌભાંડ આચરવામાં આવ્યું હતું.