માઇક્રોસોફ્ટ, ગૂગલ પછી હવે YouTubeમાં પણ ભારતીય મૂળના CEO છે. જેના લીધે દુનિયાભરમાં ભારતનો ડંગો વાગી રહ્યો છે. વિશ્વની ટોપ કંપની YouTubeના ટોપ પોસ્ટ ઉપર બેઠેલાં બોસ ઇન્ડિયન છે, પરંતુ આ બોસની કહાની અન્ય લોકો કરતાં થોડી અલગ છે. નીલને ગૂગલે કંપનીમાં રોકી રાખવા માટે 544 કરોડ રૂપિયા આપવા પડ્યાં હતાં. ભારતીય મૂળના અમેરિકી નીલ મોહને ગુરુવારે યૂટ્યૂબની કમાન સંભાળી લીધી છે. YouTubeના સીઈઓ તરીકે મોહનનું પ્રમોશન થયું છે. તેઓ લાંબા સમયથી કંપની સાથે જોડાયેલાં છે. નીલ મોહન યૂટ્યૂબના પહેલાં CEO સૂસન ડાયને વોજસ્કીની જગ્યા લેશે. સૂસને હાલમાં જ પોતાના પદથી રિઝાઇન કર્યું છે. 54 વર્ષના વોજસ્કીએ કહ્યું કે તેઓ પોતાના પરિવાર સાથે વધારે સમય વિતાવવા ઇચ્છે છે. સાથે જ તેમના સ્વાસ્થ્ય અને વ્યક્તિગત જીવન ઉપર ધ્યાન આપવા ઇચ્છે છે. એટલે તેઓ આ પદ છોડી રહ્યાં છે. તેઓ વર્ષ 2014માં યૂટ્યૂબના CEO બન્યાં હતાં.