Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

પાકિસ્તાનનાં પૂર્વ વડાપ્રધાન ઇમરાન ખાન અને તેમની પાર્ટી પીટીઆઇનાં એક ડઝનથી વધુ નેતાઓની સામે આતંકવાદનાં કેસ દાખલ કરાયા છે. હકીકતમાં ઇમરાન ખાન જ્યારે ગિફ્ટ મામલામાં લાહોરથી ઇસ્લામાબાદ કોર્ટમાં હાજર થવા માટે પહોંચ્યા હતા ત્યારે પાકિસ્તાન તહરીક-એ-ઇન્સાફ (પીટીઆઇ)નાં કાર્યકરો અને પોલીસ વચ્ચે હિંસા થઇ હતી. આ હિંસામાં 25 સુરક્ષા જવાનો ઘાયલ થયા હતા. ત્યારબાદ એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન કોર્ટે સુનાવણી 30મી માર્ચ સુધી ટાળી દીધી હતી. ગૃહમંત્રી રાણા સનાઉલ્લાહે કહ્યું છે કે, પીટીઆઇને પ્રતિબંધિત સંગઠન તરીકે જાહેર કરવા માટે સરકારે નિષ્ણાતોની મદદ માગી છે.


ઇમરાનખાનનાં આવાસ પરથી હથિયારો, પેટ્રોલ બોંબ મળ્યા
સનાઉલ્લાહનું આ નિવેદન એવા સમયએ આવ્યું છે, જ્યારે ઇમરાન ઇસ્લામાબાદની જિલ્લા કોર્ટમાં હાજર થવા માટે પહોંચ્યા હતા. પંજાબ પોલીસનાં 10 હજાર સશસ્ત્ર જવાનોએ લાહોરમાં જમાં પાર્ક આવાસમાં મોટી કાર્યવાહી કરી હતી. સાથે સાથે 61 સમર્થકોની ધરપકડ કરી હતી. વડાપ્રધાન શહબાઝ શરીફની ભત્રીજી અને પીએમએન-એલનાં નાયબ અધ્યક્ષ મરિયમ નવાઝ આ દાવાથી સહમત છે કે, ઇમરાનની પાર્ટી એક આતંકી સંગઠન છે.