જર્મનીને આશા છે કે ભારતમાં ઉત્પાદન વધારવાથી ચીન પર તેની નિર્ભરતા ઘટશે, ભલે ભારત નવું ચીન ન બની શકે. 6 વર્ષમાં જર્મન કંપનીઓનું ભારતમાં રોકાણ 4.5 લાખ કરોડ સુધી પહોંચી શકે છે. જે અત્યારથી બમણું છે. કારથી લઇને લૉજિસ્ટિક્સ સુધી, જર્મન કંપનીઓને ભારતના ઝડપી આર્થિક વિકાસની સંભાવનાઓથી મોટી આશા છે. જર્મની ભારતના કુશળ યુવાઓની વિશાળ વસ્તી, ઓછા ખર્ચ તેમજ અંદાજે 7% આર્થિક વૃદ્ધિનો ફાયદો ઉઠાવવા માંગે છે.
જર્મન ચાન્સેલર શૉલ્ત્સ એવા સમયે ભારત આવ્યા છે જ્યારે જર્મનીનું નિકાસ આધારિત અર્થતંત્ર સતત બીજા વર્ષે મંદીનો સામનો કરી રહ્યું છે. જર્મન ચેમ્બર ઑફ કોમર્સ DIHKના વિદેશી વેપાર પ્રમુખ વોલ્કર ટ્રાયરે કહ્યું કે 2022માં ભારતમાં જર્મનીનું પ્રત્યક્ષ રોકાણ $27 અબજ (રૂ.2.27 લાખ કરોડ) હતું.