ગોંડલ ગુંદાળા રોડ પર આવેલા વલ્લભવાટીકા સોસાયટીની બાજુમાં આવેલા બંગડીના સ્ક્રેપના કારખાનામાં આગ લાગી હતી. ગોંડલ નગરપાલિકાના 2 ફાયર ઘટના સ્થળે પહોંચી આગ પર પાણીનો મારો ચલાવવામાં આવ્યો, આગે વિશાળ સ્વરૂપ ધારણ કરતા રાજકોટ ફાયરની મદદ લેવામાં આવી હતી.
પ્રાપ્ત વિગત મુજબ ગોંડલ ગુંદાળા રોડ પર આવેલા વલ્લભવાટીકા સોસાયટીની બાજુમાં આવેલા ભગવતી એન્ટરપ્રાઈઝ નામના કારખાનામાં બંગડીના સ્ક્રેપમાં આગ લાગવાની ઘટના સામે આવી હતી. આગ લાગવાની જાણ ગોંડલ ફાયરને થતા 2 ફાયર ઘટના સ્થળે પહોંચીને આગ પર પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા. આગે વિશાળ સ્વરૂપ ધારણ કરતા ધુમાડાના ગોટેગોટા દૂર સુધી દેખાયા હતા. વિકરાળ આગને બુઝાવવા માટે રાજકોટ ફાયર સ્ટાફની મદદ લેવામાં આવી હતી. આગ લાગવાનું ચોક્કસ કારણ કઈ જાણવા મળ્યું નથી આગ લાગવાથી લાખો રૂપિયાનું નુકશાન થવા પામ્યું છે.