Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

અમેરિકન સમાજમાં મોટા ફેરફારો થઈ રહ્યા છે. અહીં સંયુક્ત પરિવારો ઝડપથી વધી રહ્યા છે. હવે 23% યુવાનો પોતાનાં માતા-પિતા અને દાદા-દાદીની સાથે રહે છે. એઆરપીના સરવે મુજબ 2015-20ની વચ્ચે સેન્ડવિચ પરિવારોની સંખ્યા 28% થી 30% થઈ છે. અહીં નોકરી કરતા 65 વર્ષથી વધારે ઉંમરનાં માતા-પિતા અને યુવાન બાળકોની સારસંભાળ રાખનાર લોકોને ‘સેન્ડવિચ જનરેશન’ કહેવાય છે. માનવામાં આવે છે કે આવા પરિવારો જવાબદારીઓના બોજના કારણે તણાવમાં આવે છે.


જોકે સમયની સાથે આ પરિવારોએ માતા-પિતા અને બાળકો સાથે સંતુલન જાણવવાનું શીખી લીધું છે. તેઓ જવાબદારીઓનો બોજ નહીં પરન્તુ એને ભાવનાત્મક લગાવ ગણાવી રહ્યા છે. અલ્બામાની લારા બુલ્સન ભૂલવાની બીમારીથી પીડાતી પોતાની 90 વર્ષની માતાની સારસંભાળ રાખે છે. તેઓ માતાને પોતાનાં બાળકો સાથે વ્યસ્ત રાખવા માગે છે. તેઓ ઈચ્છે છે કે ડિનર પછી બાળકો ઘરમાં જે બોર્ડ ગેમ રમે છે એમાં માતાને પણ સામેલ કરે. એમને એવું લાગે છે કે તેનાથી માતા એક્ટિવ રહેશે. જોકે એમણે જણાવ્યું કે માતાની સાથે રમવા માટે બાળકોને ખૂબ જ સંઘર્ષ કરવો પડે છે.

એઆરપીના વાઈસ પ્રેસિડેન્ટ પેટી ડેવિડે જણાવ્યું કે આપણે સેન્ડવિચ જનરેશનની અવધારણા બદલવાની જરૂર છે. આપણે એ સમજવું પડશે કે એમની દુનિયામાં શું ચાલી રહ્યું છે? અમે એવા પરિવારોને સરકારની મદદ કેવી રીતે પહોંચાડી શકીએ. પોલિસી જિનિયસ સેન્ડવિચ જનરેશન સરવેમાં 60% લોકો માને છે કે માતા-પિતા અને બાળકોની સારસંભાળ રાખતા લોકો આર્થિક તણાવમાંથી પસાર થાય છે. આ સમૂહ વર્ષે પોતાનાં માતા-પિતા અને બાળકો પર સરેરાશ 9 લાખ રૂપિયા અને 1350 કલાક ખર્ચે છે. એક લાખ લોકોની સહી સાથે અરજી દાખલ કરાઈ કે સંસદ એવા પરિવારોને આર્થિક મદદ અને પેડ મેડિકલ લિવ આપે.