Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ આ દિવસોમાં હોમવર્કથી લઈને અરજી કરવા અને સારવારમાં પણ થાય છે. પરંતુ આ સાથે સમસ્યા એ છે કે તે ખોટાં સૂચનો પણ આપી શકે છે. તેના ફાયદા અને ગેરફાયદા જાણવા માટે બોસ્ટન કે બેથ ઇઝરાયલ ડેકોનેસ મેડિકલ સેન્ટરે એક પ્રયોગ કર્યો. જે હેઠળ મહિલા દર્દીની બીમારી જાણવા માટે નિષ્ણાતે ચેટજીપીટીની મદદ લીધી તો પરિણામો ચોંકાવનારાં મળ્યાં. એક્સપર્ટે ચેતવણી આપી છે કે ચેટબોટ્સનો ઉપયોગ વિવેકપૂર્વક કરવો જોઈએ. તેના માટે શીખવું જરૂરી છે.


ડૉ. ChatGPT-4. હકીકતમાં એઆઈ સારવાર માટેનાં ઘણાં પાસાંઓ બદલી રહી છે. તેથી જ પ્રોફેશનલ્સ એ જાણવાનો પ્રયાસ કરી રહ્યા છે કે ભવિષ્યના ડૉક્ટરોને ટ્રેનિંગ આપવામાં ચેટબોટ્સ કઈ રીતે ફાયદાકારક બની શકે છે ડાૅ. રોડમેનના જણાવ્યા મુજબ સ્ક્રીપ્ટથી મદદ ન મળે, તો ડાૅક્ટરો નવી રણનીતિ ઘડે છે. આ એક્સરસાઇઝમાં ડાૅક્ટરોએ chatgpt4ને પૂછ્યું તો તેણે અલગ-અલગ ગ્રૂપને અલગ કારણો જણાવ્યાં. પહેલાં આ સમસ્યાને ઘૂંટણની ઇજા સાથે જોડી. બીજા ગ્રૂપને લાઇમ રોગ (જંતુના કરડવાથી) અને સંધિવાની સમસ્યાને અન્યને રુમેટાઇડ સંધિવા જણાવ્યો. નિષ્ણાતે સ્પષ્ટતા કરી કે મહિલા વૃદ્ધ નથી, તેથી સંધિવા તો નથી. રુમેટાઇડ સંધિવા પણ નથી, કેમ કે પીડા એક સાંધામાં હતી.