7 ઓક્ટોબર 2023ના રોજ ઈઝરાયલ પર હમાસના આતંકી હુમલાને એક વર્ષ થવા આવ્યું છે, તેમ છતાં ઈઝરાયલી સૈન્ય હજુ સુધી હમાસને ખતમ કરવામાં નાકામ રહ્યું છે. છેલ્લા એક વર્ષથી ઈઝરાયલી સૈન્ય અને હમાસ વચ્ચે પીસાઈ રહેલી પેલેસ્ટિનિયન જનતાની ધીરજ પણ ખૂટી રહી છે. એક તરફ ઈઝરાયલના હુમલામાં 41 હજાર પેલેસ્ટિનિયનનાં મોત નીપજ્યાં છે જેમાં 16,500થી વધુ બાળકો સામેલ છે. ઘણા પેલેસ્ટિનિયનનો આરોપ છે કે ગાઝામાં સત્તા જાળવી રાખવા યુદ્ધ વચ્ચે પણ હમાસનો સામાન્ય લોકો પર દમન જારી છે.
ગાઝામાં હમાસ સામે અવાજ ઉઠાવનાર લોકો પર હુમલાઓ થઈ રહ્યા છે. ટીકા કરનારા ઘણા લોકોને ધમકી આપવામાં આવી રહી છે. આ સિવાય એવો પણ આરોપ છે કે હમાસે ઘણા પેલેસ્ટિનિયન નાગરિકો પર રાહત સામગ્રી એકઠી કરવાનો કે લૂંટનો આરોપ લગાવીને તેમને ગોળી મારી દીધી છે.
ગાઝામાં હમાસ વિરુદ્ધ જાહેરમાં બોલનાર પેલેસ્ટિનિયન કાર્યકર અમીન અબેદને માર્ચમાં ઉત્તર ગાઝામાં તેના ઘરના દરવાજા પર ગોળી મારી દેવામાં આવી હતી. આ હુમલામાં તે ઘાયલ થયો હતો પરંતુ બચી ગયો હતો. તેણે કહ્યું કે ફરી જુલાઈમાં હમાસ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો, માથું ઢાંકી દેવાયું હતું અને ઢસડીને લઈ ગયા હતા. ત્યારબાદ હથોડી અને ધાતુના સળિયા વડે માર મારવામાં આવ્યો હતો. હોસ્પિટલમાં ફોન પર ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે કોઈ પણ સમયે ઈઝરાયલના કબજામાં મારું મોત થઈ શકે છે. જોકે હું તે લોકોના અત્યાચારોને પણ સહન કરી શકું છે જે હું 17 વર્ષથી અમારા પર રાજ કરતા લોકોના અત્યાચાર સહન કરતો આવ્યો છું. હું હાલ હોસ્પિટલમાં છું. આબિદને બચાવી લેવામાં આવ્યો છે તે પણ હોસ્પિટલમાં છે.