Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

દેશના મોટા ભાગના CEOના મતે આગામી 12 મહિનામાં દેશના અર્થતંત્રની ઝડપ વધશે. એડવાઇઝરી ફર્મ પીડબલ્યૂસીના એક સરવે અનુસાર એક વર્ષમાં આ આશાવાદ ધરાવતા સીઇઓની સંખ્યા 30% વધી છે.


મંગળવારે જારી થયેલા એક રિપોર્ટ અનુસાર, સરવેમાં 105 દેશોના 4,702 સીઇઓને સામેલ કરવામાં આવ્યા હતા. તેમાં 79 સીઇઓ ભારતીય કંપનીઓના છે. તેમાંથી 86%ને વિશ્વાસ છે કે ભારતીય અર્થતંત્ર બાકી વિશ્વની તુલનાએ શ્રેષ્ઠ પ્રદર્શન કરશે. તેની તુલનાએ માત્ર 44% ગ્લોબલ સીઇઓનું માનવું છે કે તેમના દેશના અર્થતંત્રમાં સુધારો આવશે.

ભારતીય અર્થતંત્રને લઇને સમગ્ર વિશ્વમાં આશાવાદ જોવા મળી રહ્યો છે. હવે ભારત વિશ્વભરના સીઇઓની નજરમાં રોકાણ માટે 5મો સૌથી શ્રેષ્ઠ દેશ છે. 2023માં આ મામલે ભારતનો રેન્ક 9મો હતો.

સાઇબર એટેકનું જોખમ વધ્યું
સરવેમાં સામેલ 28% ભારતીય સીઇઓનું કહેવું છે કે સાઇબર એટેક તેઓ માટે સૌથી મોટો પડકાર છે. 2023માં આવું માનતા સીઇઓ માત્ર 18% હતા. જો કે સરવેમાં સામેલ મોટા ભાગના સીઇઓએ મોંઘવારી ઘટવાની શક્યતા વ્યક્ત કરી.