Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

કેનેડામાં ભારતીય દૂતાવાસની બહાર ખાલિસ્તાની સમર્થકોના પ્રદર્શન પર ભારત સરકારે નવી દિલ્હીમાં હાજર કેનેડા હાઇ કમિશનન પાસે જવાબ માગ્યો. વિદેશ મંત્રાલયે પૂછ્યું, જો ત્યાં સિક્યોરિટી હાજર હોય તો પ્રદર્શનકારીઓ બિલ્ડિંગ સુધી પહોંચ્યા જ કેવી રીતે? આ બેદરકારીથી ભારતને સખત વાંધો છે.


વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ કહ્યું, ભારત સરકારે કેનેડા પાસે જવાબ માગ્યો છે. અમે પૂછ્યું કે પોલીસ હતી, તો ખાલિસ્તાની સમર્થક અમારા રાજદ્વારી મિશન અને કોન્સ્યુલેટ સુધી કેવી રીતે પહોંચ્યા. અમને આશા છે કે કેનેડાની સરકાર અમારા દૂતાવાસની સુરક્ષાને લઈને જરૂરી પગલાં ઉઠાવશે.

બાગચીએ કહ્યું, અમે કેનેડાની સરકારને વિયના સંમેલન હેઠળ તેમની જવાબદારી યાદ અપાવી. અમે તેમને એવા વ્યક્તિઓની ધરપકડ કરવા કહ્યું છે કે જે પહેલાથી આવી પ્રવૃતિઓમાં સામેલ છે. આશા છે કે કેનેડિયન સરકાર પોતાની જવાબદારી નિભાવશે.

19 માર્ચે કેન્સલ થયો હતો ઈવેન્ટ
વાસ્તવમાં, 19 માર્ચે કેનેડામાં ખાલિસ્તાની સમર્થકોએ ભારતીય દૂતાવાસ બહાર પ્રદર્શન કર્યું હતું. તેના કારણે ભારતીય હાઇ કમિશને પોતાનો ઈવેન્ટ રદ કરવો પડ્યો હતો. કેનેડામાં ભારતીય રાજદૂત સંજય કુમાર વર્માના સન્માન માટે સરેના તાજ પાર્ક કન્વેન્શન સેન્ટર ખાતે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. વિરોધ દરમિયાન ખાલિસ્તાની સમર્થકો દ્વારા ભારતીય મૂળના પત્રકાર પર પણ હુમલો કરવામાં આવ્યો હતો.

વોશિંગટનમાં પ્રદર્શન દરમિયાન પત્રકાર સાથે ગેરવર્તણૂક
શનિવારે પણ વોશિંગટનમાં ખાલિસ્તાની સમર્થકોનું પ્રદર્શન કવર કરી રહેલા ભારતીય પત્રકાર લલિત ઝા સાથે ગેરવર્તણૂક કરવામાં આવી હતી. ઝાએ ટ્વિટર પર સમગ્ર ઘટનાનો વીડિયો શેર કર્યો, તેમાં ખાલિસ્તાની સમર્થકો ભારત સરકારને ગાળો આપતા દેખાય છે.