Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

અમેરિકામાં ભારતીયોએ મુશ્કેલ સમયમાં પણ તક શોધી લીધી છે. છેલ્લા એક વર્ષમાં ગૂગલ, એમેઝોન અને મેટા જેવી કંપનીઓમાંથી છટણીનો ભોગ બનેલા 11 હજારથી વધુ ભારતવંશી સ્વદેશ પાછા આવી ચૂક્યા છે. આ ટેક્નોક્રેટ્સ અમેરિકામાં વર્ક વિઝા અને ગ્રીન કાર્ડની વર્ષો સુધી રાહ જોતા હતા અને હવે છટણીના ભય વચ્ચે 50 હજારથી વધુ સ્ટાર્ટઅપમાં ભવિષ્યની આશા જોઈ રહ્યા છે. જોબ સર્ચ એન્જિન ઈન્ડિડના જણાવ્યા પ્રમાણે અમેરિકાથી પરત ફરેલા આશરે 70% ભારતીય ટેક્નોક્રેટ્સ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (એઆઈ), મશીન લર્નિંગ અને ડેટા એનાલિસિસમાં સ્કિલ્ડ પ્રોફેશનલ છે.


સિલિકોન વેલીની ટેક કંપનીમાં કામ કરતા વિમલ ગુપ્તા એ 130 પ્રોફેશનલમાંના એક છે, જેમની હાલમાં જ છટણી થઈ હતી. ભાસ્કરને તેમણે જણાવ્યું કે, ‘હું મારી પત્ની સાથે હવે સ્વદેશ પરત ફરીશ. નાસકોમના એક રિપોર્ટ પ્રમાણે, ઈન્ડિયન સ્ટાર્ટ અપ ઈકો સિસ્ટમ 2025 સુધી દોઢ કરોડ સુધીના લોકોને સીધી અને આડકતરી રીતે રોજગારી આપશે. અમેરિકન સ્ટાર્ટઅપમાં રોજગારીની આટલી તકોની કલ્પના પણ ના કરી શકાય.’