કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR)એ ઈન્ડિયન પ્રીમિયર લીગ-2024 (IPL)માં સતત ત્રીજી જીત હાંસલ કરી છે. ટીમે વર્તમાન સિઝનની 16મી મેચમાં દિલ્હી કેપિટલ્સ (DC)ને 106 રનથી હરાવ્યું હતું. આ લીગમાં KKRએ 3 વર્ષ બાદ DCને હરાવ્યું છે. ટીમની છેલ્લી જીત 2021માં હતી.
વિશાખાપટ્ટનમના ડો. વાયએસ રાજશેખરા રેડ્ડી ક્રિકેટ સ્ટેડિયમ ખાતે બુધવારે ટૉસ જીતીને બેટિંગ કરતા કોલકાતાએ 20 ઓવરમાં 7 વિકેટે 272 રન બનાવ્યા હતા. ટીમે IPLનો બીજો સૌથી વધુ સ્કોર બનાવ્યો. આ લીગમાં કોલકાતાનો આ સૌથી મોટો સ્કોર છે. જવાબમાં દિલ્હીની ટીમ 17.2 ઓવરમાં 166 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી.
KKR તરફથી સુનીલ નારાયણે 39 બોલમાં 7 ચોગ્ગા અને 7 છગ્ગાની મદદથી 85 રન બનાવ્યા હતા, જ્યારે અંગક્રિશ રઘુવંશીએ 27 બોલમાં 54 રન બનાવ્યા હતા. આન્દ્રે રસેલે 19 બોલમાં 41 રનની ઇનિંગ રમી હતી. રિંકુ સિંહે 8 બોલમાં 26 રન બનાવ્યા હતા. એનરિક નોર્કિયાએ 3 અને ઈશાંત શર્માએ 2 વિકેટ ઝડપી હતી. DCના કેપ્ટન રિષભ પંત (55 રન) અને ટ્રિસ્ટન સ્ટબ્સ (54 રન)એ અડધી સદી ફટકારી હતી. વરુણ વક્રવર્તી અને વૈભવ અરોરાએ 3-3 વિકેટ લીધી હતી.