લગ્નની સિઝનમાં રાજકોટમાં એક અનોખા લગ્ન જવા થઇ રહ્યા છે જેમાં થેલેસેમિક યુવક-યુવતી પ્રભુતામાં પગલાં માંડશે. લગ્નમંડપમાં રક્તદાન કેમ્પનો રૂડો અવસર રાખવામાં આવ્યો છે. જેમાં લોકોને તેમજ રક્તદાતાઓને રક્તદાન કરવા માટે આમંત્રણ અપાયું છે. રાજકોટમાં રહેતા દુર્ગેશ નામના યુવક અને મુંબઈની યુવતી મંગલ વચ્ચે આજથી 7 મહિના પહેલા સોશિયલ મીડિયામાં પ્રેમ થયો. બન્નેએ પરિવારજનોને જાણ કરી. તેઓએ ખુશી-ખુશી સહમતી આપી.જેટલા પણ મહેમાનો આવશે તેની પાસે રક્તદાનની ભેટ મગાઈ છે.
આ અંગે વરરાજાના પિતા ગોવિંદભાઈ ગંગેરાએ જણાવ્યું હતું કે, તેના પુત્ર દુર્ગેશની ઉંમર 28 વર્ષની છે. જ્યારે તેને પોતાના પ્રેમસંબંધની અમને જાણ કરી ત્યારે પરિવારે સહર્ષ સાથે તેમને આવકાર્યો હતો ત્યારબાદ તેઓ દીકરીના માતા- પિતા અને પરિવારજનોને મળવા મુંબઈ ગયા. તેઓ રાજકોટ આવ્યા. બન્નેના લગ્ન કરવાનું નક્કી થયું.
લગ્નમાં રકતદાન કેમ્પ એટલા માટે રાખવામાં આવ્યો છે કે જેથી કરીને લોકોમાં જાગૃતિ આવે અને થેલેસિમિયાના દર્દીઓને રકત માટે હેરાન ના થવુ પડે. રક્તદાન કેમ્પમાં જે પણ દર્દીઓ માટે જમા કરાવવામાં આવશે. લગ્ન 11 ફેબ્રુઆરીના રોજ સગર સમાજની વાડી માર્કેટિંગ યાર્ડની સામે,પંચશીલ સ્કૂલની બાજુમાં રાજકોટ ખાતે યોજાશે. હાલ એક સપ્તાહથી લગ્નની તૈયારી ચાલી રહી છે. આ લગ્નની તૈયારીમાં ગંગેરા પરિવારના સભ્યો ઉપરાંત થેલેસિમિયાના દર્દીઓ પણ હોંશે હોંશે જોડાયા છે.