Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

અમેરિકામાં હિંદુ સમુદાયનું વર્ચસ્વ સતત વધી રહ્યું છે. છેલ્લા 15 વર્ષમાં અમેરિકામાં હિંદુઓની વસતી બમણી થઈને આશરે 22 લાખ થઈ ગઈ છે. હિંદુ અમેરિકન ફાઉન્ડેશનના જણાવ્યા પ્રમાણે 2025 સુધીમાં હિંદુઓની વસતી 28 લાખ થઈ જશે. હાર્વર્ડ યુનિવર્સિટીના પ્લુરલિઝમ પ્રોજેક્ટના જણાવ્યા મુજબ 20 વર્ષ પહેલા અમેરિકામાં 435 મંદિર હતા. આ સંખ્યા વધીને 1 હજાર થઈ ગઈ છે. અમેરિકામાં હિંદુઓની સંખ્યામાં વધારો થતા મંદિરોની સંખ્યા પણ વધી છે. એટલું જ નહીં હિંદુ ધર્મ અને સંસ્કૃતનો પણ ઝડપથી ફેલાવો થઈ રહ્યો છે. વોશિંગ્ટન ડીસીના રાજધાની મંદિરના મુખ્ય પૂજારી પંડિત રામસ્નેહ ત્રિપાઠીએ જણાવ્યું હતું કે 5 વર્ષમાં તેમની સ્કૂલોમાં ભણતા બાળકોની સંખ્યામાં 200 ટકાનો વધારો થયો છે. દર સપ્તાહે સરેરાશ 600 બાળકો હિંદુ ધર્મના વર્ગમાં પ્રવેશ મેળવે છે. જે વિક્રમી સંખ્યા છે.

હિંદુ ધર્મ અને સંસ્કૃતિના વધતા પ્રભાવને જોતા અમેરિકાના વિવિધ શહેરોમાં સમર સ્કૂલ શરૂ કરવામાં આવી છે. અમેરિકામાં 31 ઇસ્કોન મંદિરોની સ્કૂલોમાં આશરે 20 હજાર બાળકો વીકએન્ડના વર્ગોમાં સામેલ થાય છે. રસપ્રદ વાત એ છે કે અમેરિકામાં લગભગ 48 ટકા હિંદુ ધાર્મિક સંસ્થાઓમાં નિયમિત ફાળો આપે છે. પ્યૂ રિસર્ચ સેન્ટરના રિપોર્ટ અનુસાર ધાર્મિક સંસ્થાઓ માટે ફાળો આપનારાઓમાં હિંદુઓ મોખરે છે. તેઓ સરેરાશ આશરે 16 હજાર રૂપિયા દાન આપે છે.