જસદણ રાજકોટ જિલ્લા એસપી હિમકર સિંહના માર્ગદર્શનમાં છેલ્લા કેટલાક દિવસોથી અસામાજિક ગુંડા તત્વો સામે પોલીસ કાર્યવાહી ચાલી રહી છે. ત્યારે જસદણ અને વિંછીયા પંથકમાં રીઢા આરોપીઓએ ગેરકાયદે કરેલા બાંધકામો અને સરકારી જમીનો પર કરેલા દબાણો પર બુલડોઝર ફરી વળ્યું હતું અને પાંચ આરોપી સામે કાર્યવાહી કરવામાં આવી હતી. જસદણ પીઆઈ ટી.બી.જાનીના માર્ગદર્શનમાં જસદણ પોલીસે અસામાજિક તત્વોનું લીસ્ટ તૈયાર કરી તેમની મિલ્કતોની તપાસ કરેલી.
જેમાં બુટલેગર વિશ્વજિત ઉર્ફે ગોપાલ કનુ વાળા (રહે ચિતલીયા કુવા રોડ, ગંગાભુવન, જસદણ) એ પોતાના રહેણાંક મકાનની બાજુમાં સરકારી દબાણ કર્યું હતું, જેનો રિપોર્ટ થતા જ જાતે જ દબાણ દુર કર્યું હતું. પીઆઈ જે. પી. રાવના માર્ગદર્શન હેઠળ પોલીસ સ્ટાફે કામગીરી કરી હતી. જેમાં ધનજી ભોલા રંગપરા (રહે.પીપરડી) દાઉદ નુરમહંમદ જુણેજા (રહે.બોટાદ રોડ, વિંછીયા) જોહરાબેન દાઉદ જુણેજા અને વિજય ઉર્ફે પિન્ટુ ઉકા રાજપરા (રહે.જીનપરા,વિંછિયા) ને ત્યાં ડીમોલિશન કરાયું હતું અને કિંમતી જમીન ખુલ્લી કરાવાઇ હતી.