Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

પાકિસ્તાનનો ગેરકાયદે કબજો ધરાવતા કાશ્મીર (પીઓકે)ની એસેમ્બલીના વલણમાં ઘણું મોટું પરિવર્તન આવ્યું છે. અત્યાર સુધી ભારત વિરોધી અને આતંકવાદના સમર્થનમાં પ્રસ્તાવ પસાર કરનારી પીઓકે એસેમ્બલીએ શારદા માતા પીઠમાં તીર્થ માટે ભારતથી આવતા શ્રદ્ધાળુઓ માટે એક કોરિડોર બનાવવાનો પ્રસ્તાવ પસાર કર્યો છે. આ ઘટનાક્રમ કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના એ નિવેદન પછી શરૂ થયો છે, જેમાં તેમણે કરતારપુર કોરિડોરની તર્જ પર શારદા પીઠ માટે પણ કોરિડોર બનાવવાની વાત કરી હતી.

આ દરમિયાન સેવ શારદા કમિટી (એસએસસી)એ પીઓકે એસેમ્બલીના પ્રસ્તાવને આવકારતા કહ્યું છે કે, 75 વર્ષ પછી શારદા માતા પીઠમાં તીર્થની આશા જાગી છે. તે માટે વર્ષો સુધી કરાતો સંઘર્ષ હવે રંગ લાવી રહ્યો છે. આ પહેલા એસએસસીએ 2006માં કેન્દ્ર સરકાર અને પાકિસ્તાન સરકારને શારદા માતા પીઠ માટે કોરિડોર શરૂ કરવા માટે પત્ર લખ્યા હતા. બીજી તરફ, પીડીપી નેતા અને કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી મહેબૂબા મુફ્તીએ આ કોરિડોરની યોજનાને આવકારી હતી.

પીઓકેના પ્રસ્તાવ અંગે પાકિસ્તાન નાખુશ| પીઓકે એસેમ્બલીના પ્રસ્તાવ અંગે પાકિસ્તાને વાંધો ઉઠાવ્યો છે. ભારતમાં પાકિસ્તાનના હાઈ કમિશનર રહેલા અબ્દુલ બાસિતનું કહેવું છે કે, શારદા માતા પીઠ કોરિડોર બનવી શક્ય નથી. કરતારપુર કોરિડોર આંતરરાષ્ટ્રીય સરહદ, જ્યારે શારદા પીઠ અંકુશ રેખા પર છે. એસએસસીના વડા રવીન્દ્ર પંડિતાએ બાસિતના નિવેદનની ટીકા કરી છે.