Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR)એ ઈન્ડિયન પ્રીમિયર લીગ-2024 (IPL)માં સતત બીજી જીત હાંસલ કરી છે. ટીમે વર્તમાન સિઝનની 10મી મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB) ને 7 વિકેટે હરાવ્યું હતું. આ સિઝનમાં યજમાન ટીમની આ પ્રથમ હાર છે. આ પહેલાં યજમાન ટીમે સતત 9 મેચ જીતી હતી.


બેંગલુરુના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમ ખાતે શુક્રવારે કોલકાતાએ 16.5 ઓવરમાં 3 વિકેટે 183 રનનો ટાર્ગેટ ચેઝ કર્યો હતો. શ્રેયસ અય્યર 39 રન બનાવીને અણનમ અને રિંકુ સિંહ 5 રન બનાવીને અણનમ પરત ફર્યા હતા. જ્યારે વેંકટેશ અય્યરે 50 રનની મહત્વની ઇનિંગ્સ રમી હતી, જ્યારે સુનીલ નારાયણે 47 રન અને ફિલ સોલ્ટે 30 રનની ઇનિંગ રમી હતી. યશ દયાલ, મયંક ડાગર અને વિજયકુમાર વૈશાખને એક-એક વિકેટ મળી હતી.

પ્રથમ બેટિંગ કરતા RCBએ 20 ઓવરમાં 6 વિકેટે 182 રન બનાવ્યા હતા. RCB તરફથી વિરાટ કોહલીએ 59 બોલમાં 83 રનની ઇનિંગ રમી હતી. તેણે 4 ચોગ્ગા અને 4 છગ્ગા ફટકાર્યા હતા. લીગમાં 52મી ફિફ્ટી ફટકારી. તેના સિવાય કેમરૂન ગ્રીને 33 અને ગ્લેન મેક્સવેલે 28 રનનું યોગદાન આપ્યું હતું. કોલકાતા તરફથી આન્દ્રે રસેલ અને હર્ષિત રાણાને 2-2 વિકેટ મળી હતી.