તમને દિવસમાં કેટલી વખત ઉધરસ આવે છે? ઘરની અંદર અથવા બહાર ક્યારે ઉધરસ આવે છે. તે અંગે તમારી યાદશક્તિ સચોટ હોતી નથી. પરંતુ એઆઇ (આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ)ના માધ્યમથી તમારી ઉધરસની દરેક પેટર્નનો રેકોર્ડ રાખી શકાય છે. તેની મારફતે તે જાણવું સંભવ છે કે ઉધરસની આ પેટર્નથી આગામી સમયમાં કઇ બીમારી થઇ શકે છે. ઉધરસમાં અસ્થમા, ગેસ્ટ્રોએસોફેઝિયલ રિફ્લક્સ બીમારી અથવા પછી ફેફસાંના કેન્સર જેવી બીમારીઓનાં પણ લક્ષણ હોય શકે છે.
હાયફે એઆઇના મુખ્ય મેડિકલ ઓફિસર પીટર સ્મોલ કહે છે કે આ એક એવી કંપની છે જેમની પાસે દુનિયાભરની 70 કરોડથી વધુ ઉધરસની પેટર્નનાં સેમ્પલ છે. જો કફનું વધુ મોનિટરિંગ શક્ય બને તો તેનાથી સીઓપીડી, અસ્થમા અથવા એલર્જીથી થનારી ગંભીર બીમારીઓની રોકી શકાય છે, જેમના માટે ખર્ચાળ અને લાંબી સારવારની જરૂર હોય છે. રોજર્સે જણાવ્યું કે આગામી કેટલાંક વર્ષમાં કફની પેટર્નમાં થનારા ફેરફારને સમજવાથી દરેક વ્યક્તિ આરોગ્ય પ્રત્યે વધુ સક્રિય થઇ શકે છે.
તદુપરાંત આ પેટર્નના આધાર પર અલ્ગોરિધમ બનાવીને સંક્રમણ અંગે પૂર્વાનુમાન પણ શક્ય છે. વિશિષ્ટતા અને સંવેદનશીલતાની સાથે 95% ટીબી અથવા ન્યૂમોનિયા જેવી બીમારીનું પહેલા જ પૂર્વાનુમાન લગાડી શકાય છે.