બ્રાઝિલના દક્ષિણ ભાગોમાં ભારે વરસાદ, પૂર અને ભૂસ્ખલનના કારણે સ્થિતિ વધુ ખરાબ થઈ છે. રાજ્ય સંરક્ષણ એજન્સીના જણાવ્યા અનુસાર પૂરને કારણે અત્યાર સુધીમાં 58 લોકોનાં મોત થયા છે. જ્યારે 74થી વધુ લોકો ઘાયલ થયા છે. પૂરના કારણે 70 હજારથી વધુ લોકોને તેમના ઘર છોડવા પડ્યા હતા.
આ સિવાય 67 લોકો ગુમ થયાના અહેવાલ છે. બ્રાઝિલના રિયો ગ્રાન્ડે દો સુલ રાજ્યનું પોર્ટો એલેગ્રે શહેર પૂરને કારણે સૌથી વધુ પ્રભાવિત થયું છે. સોમવાર (28 એપ્રિલ) થી રિયો ગ્રાન્ડે દો સુલ સાથે અથડાતા વાવાઝોડાથી 300 નગરપાલિકાઓ પ્રભાવિત થઈ છે.