દેશમાં FMCG સેક્ટર વર્ષ 2024માં નોંધપાત્ર પ્રદર્શન કરે તેવી શક્યતા છે. સરકાર દ્વારા વપરાશને વેગ આપવા તેમજ નોકરીનું તકોનું સર્જન કરવા માટેના સતત પ્રયાસોથી દેશનું એફએમસીજી સેક્ટર આ વર્ષે 7-9%નો ટકાઉ વૃદ્ધિદર નોંધાવે તેવી શક્યતા છે.
ICICI લોમ્બાર્ડ જનરલ ઇન્સ્યોરન્સના એક રિપોર્ટ અનુસાર એફએમસીજી સેક્ટરની સ્થિતિસ્થાપકતા, અનુકૂલનક્ષમતા ઉપરાંત સરકારનો સહયોગ તેમજ ડિજિટલ ક્રાંતિ માટેની પહેલથી સેક્ટર તમામ પ્રકારની અનિશ્ચિતતામાં ઉગરવા માટે પણ સક્ષમ છે.
જો કે સેક્ટર સમક્ષ ફુગાવાનું દબાણ, ગ્રાહકોના વિશ્વાસમાં ઘટાડો અને બેરોજગારી દર જેવા કેટલાક પડકારો છે. દેશની એફએમસીજી ઇન્ડસ્ટ્રી હવે રૂ.9.1 લાખ કરોડના કદ સાથે મજબૂત આર્થિક સ્થાન ધરાવે છે. જે દેશની આર્થિક વૃદ્ધિને વેગ આપવા તેમજ રોજગારી સર્જનમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહી છે. ઓનલાઇન સેલ્સ ચેનલમાં પણ વધારો થઇ રહ્યો છે અને તેનું મૂલ્ય પણ વધીને રૂ.1.7 કરોડ પર પહોંચ્યું છે.