કેન્દ્ર સરકારે બુધવારે યુનિફાઇડ પેમેન્ટ ઇન્ટરફેસ (UPI)ને ઇન્સેન્ટીવ આપવા માટેની ઇન્સેન્ટીવ યોજનાને એક વર્ષ માટે લંબાવી. આ યોજના 31 માર્ચ, 2026 સુધી ચાલુ રહેશે અને તેના પર લગભગ 1,500 કરોડ રૂપિયા ખર્ચ થશે.
આ નિર્ણય કેન્દ્રીય મંત્રીમંડળમાં લેવામાં આવ્યો હતો. કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે આ યોજના હેઠળ, નાના દુકાનદારોને RuPay ડેબિટ કાર્ડ અને BHIM-UPI દ્વારા રૂ. 2,000 સુધીના પર્સન ટુ મર્ચન્ટ (P2M) વ્યવહારો પર 0.15% ઇન્સેન્ટીવ મળશે.
પર્સન ટુ મર્ચન્ટ UPI ટ્રાન્ઝેક્શન એટલે વેપારી અને ગ્રાહક વચ્ચે કરવામાં આવેલ UPI ટ્રાન્ઝેક્શન. આ યોજના 1 એપ્રિલ 2021થી અમલમાં છે. RuPay ડેબિટ કાર્ડને ઇન્સેન્ટીવ આપવાથી વૈશ્વિક ચુકવણી કંપનીઓ Visa અને MasterCard પર સીધી અસર પડશે.