Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

બ્રિટિશ વડાપ્રધાન ઋષિ સુનક પર તેમની પત્નીનો હિસ્સો ધરાવતી ફર્મની તરફેણ કરવાના આરોપો પર વિરોધ પક્ષો એક થયા છે. તેઓ આવતા મહિને થનારી સ્થાનિક ચૂંટણીમાં તેને મુખ્ય મુદ્દો બનાવવાની વ્યૂહરચના પર કામ કરી રહ્યા છે.

સુનકની પત્ની અક્ષતા મૂર્તિ ચાઈલ્ડ કેર એજન્સી કોરુ કિડ્સમાં શેરહોલ્ડર છે. સુનક સરકાર દ્વારા જારી કરાયેલા બજેટથી આ પેઢીને ફાયદો થઈ રહ્યો છે. નાણા પ્રધાન જેરેમી હન્ટે આ મહિને જાહેર કરેલા બજેટમાં બાળ સંભાળ રાખનારાઓને વ્યવસાયમાં જોડાવા માટે 600 પાઉન્ડનું પ્રોત્સાહન ચૂકવવા માટેની પાઇલટ સ્કીમની જાહેરાત કરી હતી. જો તેઓ કોઈ એજન્સી દ્વારા જોડાય છે, તો આ રકમ બમણી થઈને 1,200 ડોલર થાય છે.

લિબરલ ડેમોક્રેટ ચીફ વ્હીપ વેન્ડી ચેમ્બરલેને ભાસ્કરને કહ્યું, સુનકે પોતાની સરકારની નીતિના પરિણામે આ વધારાની આવક અને તેમના પરિવારને વ્યક્તિગત લાભ માટે જવાબ આપવો પડશે.

ખાનગી મુલાકાતો અંગે વિવાદ
તાજેતરનો એક વિવાદ સુનક સાથે સંકળાયેલો હતો જે તેમની અંગત મુસાફરીને લઈને હતો. તેમણે ગયા વર્ષે 15 દિવસથી પણ ઓછા સમયમાં પ્રાઈવેટ જેટ ટ્રીપ પર 5 કરોડ રૂપિયાથી વધુ ખર્ચ કર્યો હતો.