ગિરનાર પર્વત પર આવેલા દત્તાત્રેય અને અંબાજી મંદિરની આસપાસ ગંદકીના સામ્રાજય મામલે હાઇકોર્ટમાં અરજી કરાઇ છે. અરજીમાં એવી રજૂઆત કરાઇ હતી કે, મંદિરની નજીકમાં જ ગંદકી ફેલાયેલી છે જેના લીધે રોજે હજારો શ્રદ્ધાળુઓના સ્વાસ્થ્ય પણ જોખમાઇ શકે છે. ચારેબાજુ પ્લાસ્ટિકની બોટલો અને પડીકાઓના ઢગલા થયા છે. મંદિર જેવા પવિત્ર સ્થાને પર સ્વચ્છતા જળવાતી નથી.
મંદિર જેવા પવિત્ર સ્થાને પર સ્વચ્છતા જળવાતી નથી
હાઇકોર્ટે સરકારને એવી ટકોર કરી હતી કે, ગિરનાર પર્વત પર આવેલા દત્તાત્રેય મંદિરની આસપાસની ગંદકી દૂર કરવા કરાયેલી અરજીમાં એવી રજૂઆત કરાઇ હતી કે, બન્ને ધાર્મિક સ્થળો લાખો શ્રદ્ધાળુઓની સ્થાન છે. રોજેરોજ બહારથી પણ હજારો લોકો દર્શનાર્થે આવે છે. પરતું મંદિરની આસપાસમાં ગંદકીના એટલા બધા ઢગ છે કે દુર્ગંધથી દર્શનાર્થી ત્રસ્ત થાય છે.