Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

એકવાર જુનિયર ક્લાર્કનું પેપર ફૂટી ગયા બાદ રવિવારે બીજીવાર તેની પરીક્ષા લેવામાં આવી હતી. આ પરીક્ષા શાંતિપૂર્વક પૂર્ણ થાય એ સૌથી મોટી તંત્રની પરીક્ષા હતી. આથી જ આ વખતે વ્યવસ્થા અને બંદોબસ્ત ચુસ્ત રાખવામાં આવ્યો હતો. પરીક્ષા કેન્દ્ર દૂર હોવાથી 50 ટકાથી વધુ ઉમેદવાર ગેરહાજર રહ્યા હતા. વધારાની એસટી બસ ફાળવી હોવા છતાં જગ્યા નહિ મળતા ઉમેદવારોએ 200 કિમીની મુસાફરી ઊભા ઊભા કરી હતી. મોબાઈલ કેન્દ્રની બહાર જ રાખવામાં આવ્યા હતા. તેમજ ઉમેદવારની ચલણી નોટ પણ જોવામાં આવી હતી કે એમાં કોઈ લખાણ તો લખ્યું નથી ને?


જુનિયર ક્લાર્કની પરીક્ષાને કારણે રવિવારે રાજકોટ જિલ્લાના બસ સ્ટેન્ડ અને રેલવે સ્ટેશનમાં સવારથી ટ્રાફિક રહ્યો હતો. ઉમેદવાર પોતાની બસ-ટ્રેનના સમયની 30 મિનિટ કરતા વહેલા પહોંચી ગયા હતા. કેન્દ્રમાં સામાન્ય રીતે મોબાઇલ અને બેગ કેન્દ્ર સુધી લઈ જવા દેતા હોય છે, પરંતુ પ્રથમવાર એવું બન્યું હતું કે મોબાઈલ બેગ વગેરે સ્કૂલની બહાર જ રાખવામાં આવ્યા હતા. ત્યારબાદ પરીક્ષાર્થીઓને કેન્દ્રમાં પ્રવેશ આપવામાં આવ્યો હતો. જ્યાં તેનું પાકીટ વગેરે ચેક કર્યું હતું. આમ એક વિદ્યાર્થીને ચેકિંગ કરતા એક મિનિટ જેટલો સમય લાગી ગયો હતો. ક્લાસની બહાર બૂટ-ચપ્પલ બહાર ઉતારીને જ પ્રવેશ આપવામાં આવ્યો હતો.જ્યાં મોબાઈલ મૂકવામાં આવ્યા હતા ત્યાં પોલીસ સ્ટાફ તૈનાત રખાયો હતો.