નેશનલ સ્પોર્ટ્સ અવોર્ડ માટે નોમિનેશન્સ બહાર પાડવામાં આવ્યા છે. BCCIએ ફાસ્ટ બોલર મોહમ્મદ શમીને અર્જુન અવોર્ડ માટે નોમિનેટ કર્યો છે. 33 વર્ષીય શમીનું નામ નોમિનેશનની પ્રારંભિક યાદીમાં નહોતું, તેથી BCCIએ મંત્રાલયને વિનંતી કરી કે તેને દેશના બીજા સૌથી મોટા સ્પોર્ટ્સ અવોર્ડની યાદીમાં સામેલ કરવામાં આવે. આ પછી શમીને અર્જુન એવોર્ડ માટે નોમિનેટ કરવામાં આવ્યો હતો.
શમી સિવાય અન્ય 16 ખેલાડીઓને પણ અર્જુન અવોર્ડ માટે નોમિનેટ કરવામાં આવ્યા છે. સાત્વિક સાઇરાજ રેન્કી રેડ્ડી અને ચિરાગ શેટ્ટીની ભારતીય બેડમિન્ટન જોડીને મેજર ધ્યાનચંદ ખેલ રત્ન પુરસ્કાર માટે નામાંકિત કરવામાં આવી છે.
શમીએ વર્લ્ડ કપમાં સૌથી વધુ વિકેટ લીધી
ફાસ્ટ બોલર મોહમ્મદ શમીના નામની ભલામણ વર્લ્ડ કપ 2023માં તેના શાનદાર પ્રદર્શનના આધારે કરવામાં આવી છે. તેણે 7 મેચમાં સૌથી વધુ 24 વિકેટ લીધી હતી. વર્લ્ડકપ ફાઈનલમાં હાર બાદ પીએમ મોદી જ્યારે ટીમ ઈન્ડિયાના ડ્રેસિંગ રૂમમાં પહોંચ્યા ત્યારે તેમણે શમીને ગળે લગાવીને તેના પ્રદર્શનના વખાણ પણ કર્યા હતા.