Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

અત્યાર સુધી આપણે WWEની ફાઈટ ટીવીના પડદા પર જોઈ છે, એવી જ ફાઈટ હવે અમદાવાદમાં યોજાવા જઈ રહી છે. જેનું આયોજન SG હાઈવે પર આવેલા કર્ણાવતી ક્લબની સામે આવેલા આર. એમ ફામની અંદર યોજાશે. 25 ફેબ્રુઆરીને રવિવારના દિવસે સાંજના 6 વાગ્યાથી 10 વાગ્યા સુધી આ ફાઈટનું આયોજન કરાયું છે. અમદાવાદના ઈતિહાસમાં પહેલીવાર આ પ્રકારની ફાઈટનું આયોજન થવા જઈ રહ્યું છે. આ રેસલિંગ ફાઈટમાં પંજાબ, હરિયાણા, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, ગુજરાત સહિતના રાજ્યોમાંથી લગભગ 25 જેટલા રેસલર આ ફાઈટમાં ભાગ લેશે.

પ્રોફેશનલ રેસલર શનિ પ્રજાપતિએ જણાવ્યું હતું કે, અમદાવાદમાં યોજાનાર આ રેસલિંગ ટૂર્નામેન્ટની અમારી 8મી સિઝન છે, અમે 2019માં પહેલીવાર પાલનપુરની અંદર રેસલિંગ આયોજન કર્યું હતું. ત્યારબાદ અમે પાટણ, મહેસાણા, વિસનગર સહિતના વિસ્તારોમાં કર્યું છે. અમદાવાદમાં યોજાનાર આ રેસલિંગમાં એક સાથે 10 હજાર કરતાં વધુ લોકો જોઈને આનંદ લઈ શકે તે પ્રકારનું અમે આયોજન કર્યું છે. જેમાં અમે 299થી લઈને 4999 સુધીનો ટિકિટનો અમે ભાવ રાખેલો છે.

આ ટૂર્નામેન્ટમાં ભારતના WWEના ખેલાડી કે વિદેશના ખેલાડીઓ જોવા મળશે કે કેમ એ અંગે પૂછતાં શનિ પ્રજાપતિએ કહ્યું, ભારતમાં અત્યાર સુધીમાં ધ ગ્રેટ ખલી, જીંદ મહાલ, શેરા સહિતના ઘણા બધા ખેલાડીઓ છે. જે હાલમાં WWEમાં ફાઈટ કરી રહ્યાં છે, હાલમાં તેઓ અમેરિકામાં વ્યસ્ત હોવાના કારણે અમે તેમને અહીં બોલાવી નથી શકવાના પણ આ ટૂર્નામેન્ટમાં મારો નાનો ભાઈ રવિ પ્રજાપતિ સહિતના ખેલાડીઓ આવીને પોતાનું પર્ફોર્મન્સ બતાવવાના છે.