મેષઃ-
પોઝિટિવઃ- આજે તમારી અંદર કામ કરવાની ઇચ્છા શક્તિ ઓથી રહેશે, પરંતુ જરૂરી કામકાજ તમે સમયે પૂર્ણ કરી લેશો. કોઇ માંગલિક કાર્યને લગતી વ્યવસ્થામાં તમે વ્યસ્ત રહી શકો છો. તમારી છવિમાં નિખાર આવશે. તમે તમારા સારા સ્વભાવથી બધાને પોતાના વશમાં કરી લેશો.
નેગેટિવઃ- ખર્ચ વધવાથી તમારે તમારા બજેટમાં કાપ કરવો પડી શકે છે. તમારી ઇચ્છાપૂર્તિ જલ્દી કરવા માટે કોઇપણ ખોટી રીતનો ઉપયોગ ન કરો, નહીંતર કોઇ મુશ્કેલીમાં ફસાઇ શકો છો.
વ્યવસાયઃ- વેપારમાં નવી યોજના ઉપર અમલ કરવા માટે યોગ્ય સમય છે.
લવઃ- ઘરમાં કોઇ મુદ્દાને લઇને ક્લેશની સ્થિતિ રહી શકે છે.
સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય ઠીક રહેશે.
--------------------------------
વૃષભઃ-
પોઝિટિવઃ- દિવસની શરૂઆત અતિ ઉત્તમ રહેશે. લોકો સાથે સંપર્ક બનશે જે આગળ જઇને ફાયદાકારક પણ સાબિત થશે. તમે પોતાને ઊર્જાથી ભરપૂર અનુભવ કરશો. ઘરમાં કોઇ શુભ કાર્ય પણ સંપન્ન થઇ શકે છે. આ સમયે લોક કલ્યાણકારી કાર્ય તરફ તમારો રસ વધશે.
નેગેટિવઃ- ચાલી રહેલાં કોઇ વિવાદ કે કેસને લગતી પરેશાની ઊભી થઇ શકે છે. ઘર બદલવાનો કે યાત્રાને લગતો કોઇ પ્રકારનો તણાવ પણ રહી શકે છે. આ સમયે તમારે વાતચીત કરવામાં સાવધાની જાળવવાની જરૂરિયાત છે.
વ્યવસાયઃ- તમારા ભવિષ્યની યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે.
લવઃ- પારિવારિક વાતાવરણ ઉત્તમ જળવાયેલું રહેશે.
સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય ઠીક રહેશે.
--------------------------------
મિથુનઃ-
પોઝિટિવઃ- આ સમયે કામનો ભાર વધારે રહેશે. ધૈર્ય અને સંયમથી કામ લેવું. તમે તમારી પ્રતિભા, ઊર્જા અને મહેનત દ્વારા દરેક પડકારનો સ્વીકાર કરશો. તમારા અધૂરા કાર્યોને પૂર્ણ કરી લેશો. મહિલા વર્ગ ઘર અને બહાર બંને સ્થાને તાલમેલ રાખીને આગળ વધશે.
નેગેટિવઃ- કોઇ-કોઇ સમયે તમે એકલતાનો અનુભવ કરશો. તમે તમારા લક્ષ્યથી ભટકી શકો છો. જીવનશૈલીમાં થોડો નકારાત્મક ફેરફાર આવી શકે છે. આ સમયે અનુભવી તથા પોઝિટિવ લોકો સાથે થોડો સમય પસાર કરો.
વ્યવસાયઃ- ફાયનાન્સને લગતા વ્યવસાયમાં વિશેષ ધ્યાન રાખવાની જરૂરિયાત છે.
લવઃ- તમારા મુશ્કેલ સમયમાં જીવનસાથી કે પરિવારજનોનો પૂર્ણ સહયોગ મળશે.
સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય પ્રત્યે સજાગ રહેવું જોઇએ.
--------------------------------
કર્કઃ-
પોઝિટિવઃ- તમે નિશ્ચિત સમયે તમારું કામ પૂર્ણ કરવાની કોશિશ કરશો. તમારી પારિવારિક જવાબદારીનું યોગ્ય નિર્વાહન પણ થશે. રોકાણને લગતાં કાર્યોમાં લાભ પ્રાપ્ત થવાથી પ્રસન્ન રહેશો. ઘરમાં કોઇ સભ્યના લગ્નની વાતચીત અને તૈયારીઓમાં ગતિ આવશે.
નેગેટિવઃ- ક્યારેક આત્મવિશ્વાસમાં ઘટાડો અનુભવ થઇ શકે છે. આ સમયે તમારે ધૈર્ય જાળવી રાખવું જરૂરી છે તથા તમારી કોશિશોમાં પણ બિલકુલ ઘટાડો ન આવે તેનું ધ્યાન રાખો. જવાબદારીઓનો ભાર વધી શકે છે.
વ્યવસાયઃ- વ્યવસાયિક ગતિવિધિઓનો વિસ્તાર કરવા માટે તમે યોજનાઓ બનાવશો.
લવઃ- પારિવારિક વાતાવરણ સુખમય જળવાયેલું રહેશે.
સ્વાસ્થ્યઃ- કામ વધારે રહેશે જેના કારણે સ્વાસ્થ્ય ઉપર પણ અસર થશે.
--------------------------------
સિંહઃ-
પોઝિટિવઃ- દિવસ શાનદાર રીતે પસાર થશે. ફોન, ઇન્ટરનેટના માધ્યમથી તમારું કોઇ કામ સરળતાથી સફળ થઇ શકે છે. સંપર્કોની સીમા વધશે. કોઇ ઈશ્વરીય શક્તિની કૃપા તમને અનુભવ થશે. લાંબા સમયથી રહેલી કોઇ ઇચ્છા પૂર્ણ થઇ શકે છે.
નેગેટિવઃ- તમારું કોઇ વિશ્વાસી વ્યક્તિ જ તમારી સાથે વિશ્વાસઘાત કરી શકે છે. આ સમયે લોટરી, જુગાર, સટ્ટો વગેરે કાર્યોથી દૂર રહો. ખોટા વાદ-વિવાદ કરવાથી બચવું. કોઇ પડકારનો સામનો કરવો પડી શકે છે.
વ્યવસાયઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારી વ્યવસાયિક ગતિવિધિઓ માટે અનુકૂળ રહેશે.
લવઃ- પરિવાર સાથે હરવા-ફરવા તથા મોજ-મસ્તીમાં સમય પસાર થશે.
સ્વાસ્થ્યઃ- ખરાબ આદતો કે ખરાબ પ્રવૃત્તિના લોકોથી અંતર જાળવો.
--------------------------------
કન્યાઃ-
પોઝિટિવઃ- દિવસ જ્ઞાનવર્ધક તથા ઉત્તમ સાહિત્ય વાંચવામાં પસાર થશે. નવી-નવી જાણકારીઓને પ્રાપ્ત કરવા પ્રત્યે તમારો રસ વધશે. કોઇ જરૂરિયાતમંદ મિત્રની મદદ કરવી તમને આત્મિક સુકૂન આપશે. તમે તમારા જીવનની દરેક કસોટી ઉપર ખરા ઉતરવાની કોશિશ કરશો.
નેગેટિવઃ- તમારા ગુસ્સા ઉપર કાબૂ રાખવો પણ જરૂરી છે. વાત વિના કોઇ સાથે વિવાદમાં ઉતરશો નહીં. ક્યાંકથી અશુભ કે અપ્રિય સમાચાર મળવાથી નિરાશા રહેશે. બનતાં કાર્યોમાં પણ વિઘ્ન આપી શકે છે. બાળકોની સમસ્યાઓમાં પણ થોડો સમય લગાવો.
વ્યવસાયઃ- વ્યવસાય પ્રત્યે તમે ગંભીરતાથી ઠોસ નિર્ણય લેશો.
લવઃ- પતિ-પત્ની વચ્ચે ચાલી રહેલી ગેરસમજનું નિરાકરણ થશે.
સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય પ્રત્યે બેદરકારી ન કરો.
--------------------------------
તુલાઃ-
પોઝિટિવઃ- તમારી વ્યવહાર કુશળતા અને યોગ્યતા તમારી ઉન્નતિમાં મદદગાર સાબિત થશે. તે તમારા સંપર્ક સૂત્રોનો યોગ્ય ઉપયોગ કરવામાં પણ સક્ષમ રહેશો. અન્યની મુશ્કેલીઓને દૂર કરવામાં પણ તમારો સહયોગ રહેશે. કાર્યોને પૂર્ણ ઊર્જા સાથે પૂર્ણ કરવાનો ઉત્સાહ રહેશે.
નેગેટિવઃ- ખોટા ખર્ચ ઉપર નિયંત્રણ રાખવું જરૂરી છે. નકારાત્મક પ્રવૃત્તિના કોઇ વ્યક્તિ તમારા માટે પરેશાનીનું કારણ બની શકે છે. રૂપિયાના મામલે કોઇના ઉપર આંખ બંધ કરીને વિશ્વાસ ન કરો.
વ્યવસાયઃ- કામકાજને લઇને કોઇ પોઝિટિવ યાત્રા પૂર્ણ થઇ શકે છે.
લવઃ- ઘર-પરિવાર તથા કારોબારની વચ્ચે યોગ્ય તાલમેલ જળવાયેલો રહેશે.
સ્વાસ્થ્યઃ- યાત્રા દરમિયાન તમારા ખાનપાન અને દવાઓનુ વિશેષ ધ્યાન રાખો.
--------------------------------
વૃશ્ચિકઃ-
પોઝિટિવઃ- ઘણાં દિવસો પછી ઘરમાં નજીકના સંબંધીઓ આવવાથી સુખમય વાતાવરણ રહેશે. કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દે ચર્ચા-વિચારણાં થવાથી યોગ્ય પરિણામ મળી શકશે. પ્રોફેશનલ સ્ટડી માટે કોશિશ કરી રહેલાં લોકોને સફળતા મળી શકે છે.
નેગેટિવઃ- ક્યારેક વાતચીત દરમિયાન તમારા મુખમાંથી એવી વાત બોલાઇ શકે છે જે તમારા સંબંધો માટે નુકસાનદાયી રહેશે. વાહન ચલાવતી સમયે મોબાઇલ ફોન વગેરેનો ઉપયોગ ન કરો. તમારા ગુસ્સા અને આવેગ ઉપર પણ કંટ્રોલ રાખો.
વ્યવસાયઃ- વ્યવસાયમાં થોડા આકરા અને મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવાની જરૂરિયાત છે.
લવઃ- પરિવારમાં સુખ-શાંતિ જળવાયેલી રહેશે.
સ્વાસ્થ્યઃ- વધારે મહેનત અને પરિશ્રમના કારણે તમારા સ્વાસ્થ્ય ઉપર અસર પડી શકે છે.
--------------------------------
ધનઃ-
પોઝિટિવઃ- આજે તમે યોગ્ય રીતે તમારા કામને પૂર્ણ કરવામાં સફળ રહેશો. આ સમયે ગ્રહ ગોચર તમારા માટે લાભની સ્થિતિ બનાવી રહ્યું છે. એટલે સમયનો ભરપૂર ઉપયોગ કરો. લાંબા સમયથી ચાલી રહેલાં કોઇ તણાવ અને ચિંતાથી રાહત મળશે.
નેગેટિવઃ- દિવસના બીજા ભાગમાં થોડી પરેશાનીઓ આવી શકે છે. તમારી મહત્ત્વપૂર્ણ વસ્તુઓને સાચવીને રાખો. અન્ય ઉપર નિર્ભર રહેવાથી પરેશાની થઇ શકે છે. ઘરમાં કોઇ નજીકના સંબંધીના આવવાથી કોઇ મહત્ત્વપૂર્ણ કાર્યમાં વિઘ્ન આવી શકે છે.
વ્યવસાયઃ- વ્યવસાયમાં નવા કોન્ટ્રેક્ટ પ્રાપ્ત થશે.
લવઃ- પતિ-પત્નીમાં એકબીજા સાથેનું તાલમેલ જળવાયેલું રહેશે.
સ્વાસ્થ્યઃ- માંસપેશીઓમાં દુખાવો રહેશે.
--------------------------------
મકરઃ-
પોઝિટિવઃ- આજનો દિવસ ખૂબ જ લાભકારી છે. તમારા ઉદેશ્યો ઉપર ધ્યાન કેન્દ્રિત કરો. જો કોઇ સરકારી કામ અટવાયેલું છે તો આજે તેને પૂર્ણ કરવાનો યોગ્ય સમય છે. સંબંધોમાં સુધાર આવશે અને ચારેય તરફથી સુખ અનુભવ થશે.
નેગેટિવઃ- કોઇ જૂનો ઝઘડો ફરી થઇ શકે છે. એટલે વાદ-વિવાદની સ્થિતિથી બચવું. ક્યારેક શંકા કરવાની તમારી આદત તમારા માટે પરેશાનીનું કારણ બની શકે છે. ખાસ કરીને રૂપિયાના મામલે કોઇના ઉપર વધારે વિશ્વાસ ન કરો.
વ્યવસાયઃ- પ્રોપર્ટીને લગતા વેપારમાં સફળતા મળશે.
લવઃ- લગ્નજીવન મધુર રહેશે.
સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય સારું રહેશે.
--------------------------------
કુંભઃ-
પોઝિટિવઃ- તમારા કાર્યોને વ્યવસ્થિત રૂપથી કરવામાં તમે સફળ રહેશો. તમારા સપના અને કલ્પનાઓને સાકાર કરવા માટે યોગ્ય સમય છે. આર્થિક રોકાણના મામલે પણ સમય પસાર થશે તથા સફળતા પણ પ્રાપ્ત થશે.
નેગેટિવઃ- આ સમયે વિદ્યાર્તીઓને તેમના અભ્યાસ ઉપર વધારે ધ્યાન આપવાની જરૂરિયાત છે. ઘરના કોઇ વડીલ વ્યક્તિના ગુસ્સાનો સામનો કરવો પડી શકે છે. માનસિક સુકૂન અને શાંતિ જાળવી રાખવા માટે અધ્યાત્મ અને ધાર્મિક ગતિવિધિઓમાં પણ સમય પસાર કરો.
વ્યવસાયઃ- કામ પૂર્ણ કરવામાં વ્યસ્તતા રહેશે તથા થોડા ઠોસ અને મહત્ત્વપૂર્ણ નિર્ણય પણ લેવા પડશે.
લવઃ- પતિ-પત્ની વચ્ચે થોડો સમય ચાલી રહેલી ગેરસમજ દૂર થશે.
સ્વાસ્થ્યઃ- પેટ અને માથામાં દુખાવો થશે.
--------------------------------
મીનઃ-
પોઝિટિવઃ- આર્થિક દૃષ્ટિએ આજનો દિવસ શ્રેષ્ઠ છે. ઘરમાં સુધારને લગતાં કાર્યોમાં વાસ્તુને લગતા નિયમોનું પાલન કરવાથી પોઝિટિવિટી બની રહેશે. રોચક તથા જ્ઞાનવર્ધક સાહિત્ય વાંચવામાં પણ રસ વધશે.
નેગેટિવઃ- પારિવારિક જવાબદારીઓ વધી શકે છે. જેને યોગ્ય રીતે નિભાવવામાં તમને પરેશાની પણ થશે. સંયમ અને ધૈર્યથી કામ લેવું. કોઇ સાથે વધારે વાદ-વિવાદમાં પડવું નહીં. વાહનનો પ્રયોગ વધારે સાવધાની સાથે કરવાની જરૂરિયાત છે.
વ્યવસાયઃ- વ્યવસાયમાં બધા કાર્યો યોગ્ય રીતે ચાલતાં રહેશે.
લવઃ- જીવનસાથી તથા પરિવારના લોકોનો સહયોગ તમારા મનોબળને વધારશે.
સ્વાસ્થ્યઃ- શરદી અને તાવની સ્થિતિ રહેશે.