Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોની સુવિધા અને તેમની વધારાની સંખ્યાને સમાવવા માટે દ્વારકાથી મદુરાઈ અને મદુરાઈથી વેરાવળ માટે વિશેષ ભાડા પર સ્પેશિયલ ટ્રેન દોડાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજકોટ ડિવિઝનના સિનિયર ડીસીએમ સુનિલકુમાર મીનાના જણાવ્યા મુજબ દ્વારકાથી મદુરાઈ અને મદુરાઈથી વેરાવળ સ્પેશિયલ ટ્રેનની 21 ટ્રિપ્સ દોડાવાશે. ટ્રેન નંબર 06302 દ્વારકા-મદુરાઈ સ્પેશિયલ દરરોજ 22.40 કલાકે દ્વારકાથી ઉપડશે અને ચોથા દિવસે 10.30 કલાકે મદુરાઈ પહોંચશે. આ ટ્રેન 19થી 29 એપ્રિલ સુધી ચાલશે.


એ જ રીતે ટ્રેન નં. 06301 મદુરાઈ - વેરાવળ સ્પેશિયલ દરરોજ 17.40 કલાકે મદુરાઈથી ઉપડશે અને ચોથા દિવસે 07.30 કલાકે વેરાવળ પહોંચશે. આ ટ્રેન 14થી 23 એપ્રિલ સુધી ચાલશે. આ ટ્રેન બંને દિશામાં રાજકોટ, સુરેન્દ્રનગર, અમદાવાદ, વડોદરા, સુરત, નંદુરબાર, જલગાંવ, અકોલા, પૂર્ણા, નાંદેડ, કાચીગુડા, રેનીગુંટા, ચેન્નાઈ એગ્મોર, તામ્બરમ, વિલ્લુપુરમ, તિરુચિરાપલ્લી અને દિંડુક્કલ સ્ટેશનો પર ઊભી રહેશે. આ ટ્રેનમાં એસી 3-ટાયર, સ્લિપર અને સેકન્ડ ક્લાસ જનરલ કોચ હશે. ટ્રેન નંબર 06302 માટે બુકિંગ 13મી એપ્રિલથી પીઆરએસ કાઉન્ટર અને આઈઆરસીટીસીની વેબસાઈટ પર ખૂલશે. આ ટ્રેન વિશેષ ભાડા પર વિશેષ ટ્રેન તરીકે દોડશે.વધુ માહિતી www.enquiry.indianrail.gov.in પરથી મળશે.