શહેરની ભાગોળે ભાવનગર હાઇવે પર સરધાર-ખારચિયા રોડ પર શક્તિ કૃપા ટ્રેડિંગના નામથી એક ખુલ્લા વંડામાં બાયોડીઝલનું વેચાણ થતું હોવાની આજી ડેમ પોલીસને માહિતી મળી હતી. જે માહિતીના આધારે પોલીસ અધિકારી તેમજ પુરવઠા મામલતદાર, પુરવઠા નિરીક્ષક, એફએસએલ અધિકારી સહિતના કાફલાએ ગુરુવારે સવારે દરોડો પાડયો હતો.