Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

કોમનવેલ્થ વેઈટલિફ્ટિંગ ચેમ્પિયનશિપ: ત્રીજા દિવસે પણ ભારતનો દબદબો જારી અમદાવાદમાં ચાલી રહેલી 2025 કોમનવેલ્થ વેઈટલિફ્ટિંગ ચેમ્પિયનશિપના ત્રીજા દિવસે પણ ભારતીય ખેલાડીઓનું દમદાર પ્રદર્શન ચાલુ રહ્યું. ભારતના યુવા અને અનુભવી લિફ્ટરોએ અનેક રેકોર્ડ તોડીને મેડલ જીત્યા, જેનાથી દેશનું ગૌરવ વધ્યું. આ દિવસે ખાસ કરીને બિદુસ્મિતા ભોઈ, અભિનવ ગોગોઈ, હેમંતા દોઈમારી અને નારાયણ અજીતએ ગોલ્ડ મેડલ જીતીને શાનદાર પ્રદર્શન કર્યું, જ્યારે મહિલા સિનિયર કેટેગરીમાં પણ ભારતે સિલ્વર મેડલ મેળવ્યો. અમદાવાદમાં ચાલી રહેલી 2025 કોમનવેલ્થ વેઈટલિફ્ટિંગ ચેમ્પિયનશિપમાં અત્યાર સુધીમાં, ભારતે કુલ 22 મેડલ જીતીને પોડિયમ પર પોતાનો દબદબો જાળવી રાખ્યો છે. આ મેડલ ટેલીમાં 17 ગોલ્ડ અને 5 સિલ્વર મેડલનો સમાવેશ થાય છે. મહિલા ખેલાડીઓએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું જુનિયર વુમન્સની 63 કિલો કેટેગરીમાં ભારતની યુવા પ્રતિભા બિદુસ્મિતા ભોઈએ 89 કિલો સ્નેચ અને 115 કિલો ક્લીન એન્ડ જર્ક સાથે કુલ 204 કિલો વજન ઉઠાવીને ગોલ્ડ મેડલ જીત્યો. તેનું આ પ્રદર્શન એટલું પ્રભાવશાળી હતું કે તેણે આ કેટેગરીમાં ગોલ્ડ મેડલ જીતનાર અન્ય દેશોના ખેલાડીઓને પાછળ છોડી દીધા. સિનિયર વુમન્સ 63 કિલો કેટેગરીમાં, ભારતની સેરમ નિરુપમા દેવીએ 91 કિલો સ્નેચ અને 126 કિલો ક્લીન એન્ડ જર્ક સાથે કુલ 217 કિલો વજન ઉઠાવીને સિલ્વર મેડલ જીત્યો. ક્લીન એન્ડ જર્કમાં 126 કિલોનો તેનો સ્કોર એક નવો સિનિયર કોમનવેલ્થ રેકોર્ડ પણ હતો. આ કેટેગરીમાં કેનેડાની મોડે ચારોને ગોલ્ડ જીતીને અનેક રેકોર્ડ બનાવ્યા.

Sports 28 August, 2025

 

અમદાવાદમાં ચાલી રહેલી 2025 કોમનવેલ્થ વેઈટલિફ્ટિંગ ચેમ્પિયનશિપના ત્રીજા દિવસે પણ ભારતીય ખેલાડીઓનું દમદાર પ્રદર્શન ચાલુ રહ્યું. ભારતના યુવા અને અનુભવી લિફ્ટરોએ અનેક રેકોર્ડ તોડીને મેડલ જીત્યા, જેનાથી દેશનું ગૌરવ વધ્યું. આ દિવસે ખાસ કરીને બિદુસ્મિતા ભોઈ, અભિનવ ગોગોઈ, હેમંતા દોઈમારી અને નારાયણ અજીતએ ગોલ્ડ મેડલ જીતીને શાનદાર પ્રદર્શન કર્યું, જ્યારે મહિલા સિનિયર કેટેગરીમાં પણ ભારતે સિલ્વર મેડલ મેળવ્યો.

અમદાવાદમાં ચાલી રહેલી 2025 કોમનવેલ્થ વેઈટલિફ્ટિંગ ચેમ્પિયનશિપમાં અત્યાર સુધીમાં, ભારતે કુલ 22 મેડલ જીતીને પોડિયમ પર પોતાનો દબદબો જાળવી રાખ્યો છે. આ મેડલ ટેલીમાં 17 ગોલ્ડ અને 5 સિલ્વર મેડલનો સમાવેશ થાય છે.

મહિલા ખેલાડીઓએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું જુનિયર વુમન્સની 63 કિલો કેટેગરીમાં ભારતની યુવા પ્રતિભા બિદુસ્મિતા ભોઈએ 89 કિલો સ્નેચ અને 115 કિલો ક્લીન એન્ડ જર્ક સાથે કુલ 204 કિલો વજન ઉઠાવીને ગોલ્ડ મેડલ જીત્યો. તેનું આ પ્રદર્શન એટલું પ્રભાવશાળી હતું કે તેણે આ કેટેગરીમાં ગોલ્ડ મેડલ જીતનાર અન્ય દેશોના ખેલાડીઓને પાછળ છોડી દીધા. સિનિયર વુમન્સ 63 કિલો કેટેગરીમાં, ભારતની સેરમ નિરુપમા દેવીએ 91 કિલો સ્નેચ અને 126 કિલો ક્લીન એન્ડ જર્ક સાથે કુલ 217 કિલો વજન ઉઠાવીને સિલ્વર મેડલ જીત્યો. ક્લીન એન્ડ જર્કમાં 126 કિલોનો તેનો સ્કોર એક નવો સિનિયર કોમનવેલ્થ રેકોર્ડ પણ હતો. આ કેટેગરીમાં કેનેડાની મોડે ચારોને ગોલ્ડ જીતીને અનેક રેકોર્ડ બનાવ્યા.