Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

દેશમાં બૌદ્ધિક સંપત્તિની ચોરી, માહિતી અને સાયબર સુરક્ષાના જોખમો તેમજ અકસ્માતોને ફિક્કીના સરવેમાં ટોચના ત્રણ જોખમો ગણાવવામાં આવ્યા છે. ફિક્કીના સરવે અનુસાર ‘મહિલાની સુરક્ષાને જોખમ’ પણ વર્ષ 2021ના 12માં ક્રમેથી વર્ષ 2022માં 5માં ક્રમે પહોંચ્યું છે. રિપોર્ટમાં કંપનીઓને મહિલા કર્મચારીઓની સલામતી સુનિશ્વિત કરવા માટે જરૂરી પગલાં લેવા માટે અનુરોધ કરવામાં આવ્યો છે. રિપોર્ટ અનુસાર સૌથી ઓછું જોખમ આતંકવાદ અને વિદ્રોહને લઇને છે. સેક્ટર્સમાં લોજિસ્ટિક્સ અને કન્સ્ટ્રક્શનમાં અકસ્માતો અને બૌદ્ધિક સંપત્તિની ચોરીને મોટું જોખમ ગણાવવામાં આવ્યું છે.


લોજિસ્ટિક સેક્ટરમાં પરિવહન દરમિયાન માર્ગ અકસ્માતનો વધુ ખતરો હોવાથી અકસ્માતના જોખમને મુખ્ય ગણાવવામાં આવ્યું છે, જ્યારે પહેલા ક્રમના જોખમમાં બૌદ્ધિક સંપત્તિની ચોરી છે. જ્યારે, કન્સ્ટ્રક્શન સેક્ટરમાં અકસ્માતોની ઘટના વધુ બનતી હોવાથી કન્સ્ટ્રક્શન ઇન્ડસ્ટ્રીએ અકસ્માતના ખતરાને સૌથી મોટો ખતરો ગણાવ્યો છે. સરવેમાં વેપાર માટે ચિંતાના મુખ્ય 12 મુદ્દાઓ તેમજ પાંચ ઉભરતા જોખમોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે જે દેશની બિઝનેસ ઇકોસિસ્ટમને ગંભીર રીતે નુકસાન પહોંચાડી શકે છે.