Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

વિજ્ઞાનીઓ ડુક્કરના ભ્રૂણમાં વધુ માનવ કોષો ધરાવતી કિડની વિકસિત કરવામાં સફળ થયા છે. તે આગામી સમયમાં લોકોમાં કિડની અને અન્ય અંગોનું પ્રત્યારોપણ કરવાની દિશામાં મહત્ત્વપૂર્ણ રિસર્ચ છે. સેલ સ્ટેમ જર્નલમાં પ્રકાશિત સ્ટડી અનુસાર આ ટેક્નિકમાં ડુક્કરના ભ્રૂણની આનુવાંશિક સંરચનામાં ફેરફાર કરાયો અને ત્યારબાદ તેમાં માનવ કોષો વિકસિત કરાયા. તેનાથી જાનવરની અંદર મહત્તમ માનવીય કોષોવાળી કિડની વિકસિત થઇ હતી. વિજ્ઞાનીઓ અનુસાર પ્રથમવાર કોઇ અન્ય પ્રજાતિની અંદર માનવીય અંગને વિકસિત કરાયું છે. ગુઆંગઝાઉ ઇન્સ્ટિટ્યૂટ ઑફ બાયોમેડિસિન એન્ડ હેલ્થના વિજ્ઞાની મિગુઅલ એસ્ટેબને કહ્યું કે અમને આ કામમાં પાંચ વર્ષનો સમય લાગ્યો. તેમણે જણાવ્યું કે પહેલાં અમે ડુક્કરમાં જેનેટિક રીતે કેટલાક ફેરફાર કર્યા જેથી કરીને માનવીય કોષોને વિકસિત કરવા માટે સ્થાન બનાવી શકાય.


માનવ કોષોને પણ એક અલગ માહોલમાં અસ્તિત્વ બનાવી રાખવા માટે બદલવામાં આવ્યા હતા. એસ્ટેબને કહ્યું કે અમારું લક્ષ્ય સમગ્ર રીતે પ્રત્યારોપણ માટે તૈયાર અંગોને વિકસિત કરવાનું છે. ટીમ કિડની ઉપરાંત હૃદય, પેન્ક્રિયાઝ જેવાં અંગોને પણ ડુક્કરના ભ્રૂણમાં વિકસિત કરવા પર કામ કરી રહી છે. માણસ અને ડુક્કરના ડીએનએને મિક્સ કરવા પર કામ કરી ચૂકેલા યુનિવર્સિટી ઑફ ટેક્સાસના એસોસિયેટ પ્રોફેસર જૂન વૂએ કહ્યું કે આ રિસર્ચ મહત્ત્વપૂર્ણ છે.