Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

તત્કાલ ટિકિટ માટે હવે આધાર જરૂરી બનશે. IRCTCની એપ અથવા વેબસાઇટ પર આધાર વેરિફિકેશન કરાવવું પડશે. આ નિયમ 1 જુલાઈથી અમલમાં આવશે. IRCTCએ જણાવ્યું હતું કે ફક્ત આધાર પ્રમાણિત યુઝર્સ જ પ્રથમ 30 મિનિટ માટે તત્કાલ ટિકિટ બુક કરી શકશે. આ સમય દરમિયાન એજન્ટો ટિકિટ બુક કરી શકશે નહીં.


15 જુલાઈથી વધુ એક પગલું ઉમેરવામાં આવશે. તત્કાલ ટિકિટ બુક કરાવતી વખતે યુઝર્સોએ આધાર OTP પણ સબમિટ કરવો પડશે. IRCTC આ નિયમ લાવી રહ્યું છે જેથી એજન્ટોની ગેરરીતિઓ, બોટ બુકિંગ અને નકલી IDનો ઉપયોગ રોકી શકાય.

રેલવે દ્વારા જારી કરાયેલા સત્તાવાર નોટિફિકેશન અનુસાર, '01-07-2025થી ફક્ત આધાર પ્રમાણિત યુઝર્સો જ IRCTC વેબસાઇટ અને તેની એપ્લિકેશન દ્વારા તત્કાલ યોજના હેઠળ ટિકિટ બુક કરી શકશે.'