Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

ઇલેક્ટ્રિક વ્હીકલ (ઇવી) ચાર્જીંગ સ્ટેશન બિઝનેસમાં વર્ષ 2032 સુધીમાં રૂ. 1.05 લાખ કરોડના રોકાણની જરૂરિયાત રહેશે. દેશમાં સતત વધતા ઇવીના વપરાશને ધ્યાનમાં રાખતા કુલ 2.30 લાખ ચાર્જીંગ સ્ટેશનની જરૂર પડશે. ક્રેડિટ રેટિંગ એજન્સી ઇન્ડિયા રેટિંગ્સ એન્ડ રિસર્ચ (Ind-Ra) અનુસાર દેશમાં અત્યારે વાર્ષિક 39%ના CAGRથી ઇવીની માંગ વધી રહી છે ત્યારે વધતી માંગને પહોંચી વળવા માટે પણ આ સેક્ટરમાં જંગી રોકાણની તાતી જરૂરિયાત ઉભી થઇ છે.


ઇલેક્ટ્રિક વ્હીકલના વપરાશને વેગ આપવા માટે ઇવી ચાર્જીંગ સ્ટેશનનું સૌથી મહત્વપૂર્ણ યોગદાન રહેશે. એકંદરે ઓટોમોબાઇલ ઇન્ડસ્ટ્રીમાં ઇવીનો વપરાશ ચાલુ નાણાકીય વર્ષના 4 ટકાથી વધીને નાણાકીય વર્ષ 2032 સુધીમાં 40 ટકાએ પહોંચવાની શક્યતા છે. સરકારની FAME તેમજ PLI સહિતની સ્કીમ તેમજ ઇલેક્ટ્રિક ચાર્જીંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસ માટે સતત પ્રયાસોને કારણે આગામી સમયમાં ઇવીની માંગ વધશે.

દેશમાં ઇવીની સતત વધતી માંગને પહોંચી વળવા માટે આગામી પાંચ વર્ષમાં ચાર્જીંગ સ્ટેશન ઇન્સ્ટોલ કરવા માટે ભારતમાં રૂ.26,900 કરોડના રોકાણ સાથે કુલ 63,000 ચાર્જીંગ સ્ટેશનની જરૂરિયાત રહેશે.

આગામી દાયકામાં ઇવી વેચાણના ગ્રોથની દૃષ્ટિએ દેશમાં નાણાકીય વર્ષ 2032 સુધીમાં કુલ રૂ.1.05 ટ્રિલિયનના રોકાણ સાથે 0.23 મિલિયન ચાર્જીંગ સ્ટેશનની આવશ્યકતા રહેશે. દેશમાં જરૂરી ચાર્જીંગ સ્ટેશનની જરૂરિયાત અને તેના માટેના રોકાણનું આકલન કરવા માટે Ind-Raએ આગામી 10 વર્ષ સુધીમાં અંદાજીત ઇવી વેચાણના આંકડાને ધ્યાનમાં રાખીને વીજ જરૂરિયાતનું આકલન કરવામાં આવ્યું હતું.