ભારતીય હવામાન વિભાગે સોમવારે જણાવ્યું હતું કે ચાલુ મહિનાના અંત સુધીમાં દેશના મોટાભાગના વિસ્તારોમાં હીટવેવની સ્થિતિ પાછી ફરે એવી શક્યતા નથી. સાથે જ દેશના ઉત્તર-પશ્ચિમ વિસ્તારમાં આગામી શુક્રવારથી ફરી કમોસમી વરસાદ, કરાં પડવાની સંભાવના છે.
હવામાન વિભાગે કહ્યું હતું કે ઉત્તર-પશ્ચિમ, મધ્ય અને પૂર્વ ભારતમાં મહત્તમ તાપમાન 36થી 39 ડિગ્રી સેલ્સિયસ રહેશે. જ્યારે દેશના અન્ય વિસ્તારોમાં મહત્તમ તાપમાન 30થી 35 ડિગ્રી વચ્ચે રહેશે. જ્યારે પશ્ચિમ હિમાલયના રાજ્યોમાં મહત્તમ તાપમાન 15થી 25 ડિગ્રી વચ્ચે રહેવાનું અનુમાન છે.
આગામી સાત દિવસમાં દેશમાં ક્યાંય હિટવેવની શક્યતા નથી. જ્યારે 26 એપ્રિલથી પશ્ચિમ હિમાલય વિસ્તારમાં હિમવર્ષાનો વધુ એક રાઉન્ડ શરૂ થશે.