ઓસ્ટ્રેલિયાનો એક નાવિક પ્રશાંત મહાસાગરમાં 2 મહિના સુધી ફસાયા બાદ જીવતો પાછો ફર્યો છે. ટિમ શેડોક નામનો 51 વર્ષનો વ્યક્તિ તેના કૂતરા બેલા સાથે મેક્સિકોથી ફ્રેન્ચ પોલિનેશિયાની યાત્રાએ નીકળ્યો હતો. આ પછી પ્રશાંત મહાસાગરમાં અધવચ્ચે તેની બોટ વાવાઝોડામાં ફસાઈ ગઈ હતી.
શેડોકની સારવાર કરનાર ડૉક્ટરે કહ્યું છે કે હવે તેની તબિયત સારી છે. ઓસ્ટ્રેલિયામાં સમુદ્ર સંબંધિત બાબતોના જાણકાર પ્રોફેસર માઇક ટિપટને કહ્યું છે કે 3 મહિના સુધી મહાસાગરમાં રહ્યા પછી જીવિત પરત આવવું એ માત્ર નસીબની વાત નથી. આ તેની આવડતનું પણ પરિણામ છે.