Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

ફ્રાન્સે ભારત-મધ્ય પૂર્વ-યુરોપ ઇકોનોમિક કોરિડોર (આઈએમઈસી)ને સાકાર કરવા માટે મોટા પાયે તૈયારીઓ શરૂ કરી છે, જે ભારતને મધ્ય-પૂર્વથી યુરોપ સાથે જોડતો ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ છે. ફ્રાન્સના રાષ્ટ્રપતિ એમેન્યુઅલ મેક્રોંને મલ્ટિનેશનલ યુટિલિટી કંપની એન્જિ એસએના પૂર્વ સીઈઓ ગેરાર્ડ મેસ્ટ્રાલાટને આઈએમઈસી પ્રોજેક્ટ માટે તેમના ખાસ દૂત તરીકે નિયુક્ત કર્યા છે.


ગેરાર્ડે કહ્યું છે કે અમે આઈએમઈસીની ડિઝાઇન અને અમલીકરણ માટે આગામી બે મહિનામાં તમામ સભ્ય દેશો સાથે બેઠક કરવાના છીએ. જોકે હજુ સુધી એ નક્કી નથી કરાયું કે આઈએમઈસી સભ્ય દેશોની આ બેઠક કયા દેશમાં યોજાશે. ઉલ્લેખનીય છે કે આ વર્ષે ગણતંત્ર દિવસના મુખ્ય અતિથિ ફ્રાન્સના રાષ્ટ્રપતિ મેક્રોં હતા.

હુથીના હુમલા બાદ મલ્ટિપલ કનેક્ટિવિટી કોરિડોરની જરૂર : જયશંકર
દિલ્હીમાં ભારતના વિદેશમંત્રી એસ. જયશંકરે મંગળવારે કહ્યું હતું કે લાલ સાગર અને એડનની ખાડીમાં હુથી હુમલાઓએ હાલની કનેક્ટિવિટીની નાજુકતાને છતી કરી છે. તેમણે કહ્યું કે આજે વિશ્વને મલ્ટિપલ કનેક્ટિવિટી કોરિડોરની જરૂર છે. જયશંકરે કહ્યું કે ગયા વર્ષે દિલ્હીમાં આયોજિત જી-20 કોન્ફરન્સમાં જ્યારે આઈએમઈસી પર સહમતિ બની હતી ત્યારે કદાચ આપણે બધા સુએઝ રૂટની નાજુકતાથી સંપૂર્ણપણે વાકેફ નહોતા.

બીઆરઆઈ પ્રોજેક્ટ સામે યુરોપિયન દેશોનો મોહભંગ, ચીનની જાળમાં ફસાયા
ચીને એક દાયકા પહેલાં એશિયા, આફ્રિકા અને યુરોપને જોડવા માટે બેલ્ટ રોડ પહેલ (બીઆરઈ) શરૂ કરી હતી. રેલ-રોડ નેટવર્કની સાથે ચીને ઘણા દેશોને લોન પણ આપી હતી. જેના કારણે ઘણા ગરીબ આફ્રિકન દેશો ચીનના દેવાની જાળમાં ફસાઈ ગયા