Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

મ્યુચ્યુઅલ ફંડ ડિસ્ટ્રીબ્યૂટર્સ માટે એસઆઇપી ટાર્ગેટ આધારિત ટ્રેનિંગ બંધ કરશે. AmFiએ એસેટ મેનેજમેન્ટ કંપનીઓને આ નિર્દેશ આપ્યો છે. આ નિર્ણય ત્યારે લેવાયો છે જ્યારે કેટલીક એસેટ મેનેજમેન્ટ કંપનીઓ માર્કેટ નિયામક સેબીના નિર્દેશોનું ઉલ્લંઘન કરીને મ્યુચ્યુઅલ ફંડ ડિસ્ટ્રીબ્યૂટર્સ માટે ‘ટ્રેનિંગ પ્રોગ્રામ’ કરે છે.


માર્કેટમાં એવા પણ રિપોર્ટ્સ છે કે કેટલીક AMCએ SIPનો ટાર્ગેટ પૂરા કરનારા ડિસ્ટ્રીબ્યૂટર્સ માટે દર્શનીય સ્થળો પર ટ્રેનિંગ પ્રોગ્રામનું આયોજન કર્યુ છે. તેમાં આદિત્ય બિરલા સન લાઇફ મ્યુચ્યુઅલ ફંડ, તાતા મ્યુચ્યુઅલ ફંડ, ડીએસપી મ્યુચ્યુઅલ ફંડ સામેલ છે. ત્યારબાદ AmFiએ કંપનીઓને આ નિર્દેશ આપ્યો છે. સૂત્રોનુસાર, 2018થી પહેલા આ રીત ચલણમાં હતી. પરંતુ સેબીના 2018ના નિર્દેશ બાદ ફંડ હાઉસ તેવું કરી શકે નહીં. તેમાં સેબીએ કહ્યું હતું કે ડિસ્ટ્રીબ્યૂટર્સને રિવોર્ડ અથવા નૉન-કેશ ઇન્સેન્ટિવ આપવા માટે ‘ટ્રેનિંગ પ્રોગ્રામ’નો દૂરુપયોગ ન થવો જોઇએ.

SIPમાં વધુ રોકાણ લાવે, ટ્રેનિંગનું સ્થળનું પણ આકર્ષક
એક ફંડ હાઉસે ત્રણ સ્થળો પર ‘ટ્રેનિંગ પ્રોગ્રામ’ કર્યો હતો. તેને ‘ટ્રેનિંગ 1, ટ્રેનિંગ 2 અને ટ્રેનિંગ 3ના રૂપમાં ઓળખવામાં આવે છે. ટ્રેનિંગ -1 સેન્ટર તે ડિસ્ટ્રીબ્યૂટર્સને ફાળવવામાં આવ્યું હતું, જેઓને બી-30 લોકેશન પરથી 1.5 લાખ રૂપિયાનું SIP કલેક્શન મળ્યું છે. જ્યારે, 4.50 લાખ રૂપિયાનું SIP રોકાણ લાવનારા ડ્રિસ્ટીબ્યૂટર માટે 3 નંબરની ટ્રેનિંગ ઓફર કરવામાં આવી હતી. સૂત્રોનુસાર, SIPમાં રોકાણ જેટલું વધુ હોય છે, ટ્રેનિંગ પ્રોગ્રામનું સ્થળ પર એટલું જ વધુ આકર્ષક હોય છે.