દૂધસાગર ડેરીના પૂર્વ ચેરમેન વિપુલ ચૌધરી અને પરિવારના 800 કરોડના કથિત કૌભાંડમાં તેમના 21 બેંક ખાતામાં 15 કરોડના વ્યવહાર થયાનું પકડી પાડ્યું છે. વિપુલ ચૌધરી અને તેમના સીએ શૈલેષ પરીખ આ મુદ્દે કોઈ ખુલાસો કરી શક્યા ન હતા. બોગસ કંપનીઓ ખોલીને કરાયેલા નાણાકીય વ્યવહારોમાં ગોટાળો બહાર આવતા એસીબીએ એન્ફોર્સમેન્ટ ડિરેકટોરેટને તપાસમાં લેવાનો નિર્ણય લીધો છે.
તપાસ કરતા કંપની અસ્તિત્વમાં જ નથી
ગાંધીનગર એસીબીના ડીવાયએસપી આસુતોષ પરમારે જણાવ્યું કે, તપાસમાં એવું બહાર આવ્યું છે કે, વિપુલ ચૌધરીએ તેમના દૂધસાગર ડેરીના ચેરમેન તરીકેના કાર્યકાળ દરમિયાન જે કંપનીઓ ઉભી કરી હતી તે પૈકી ચારના એડ્રેસ પર તપાસ કરતા ત્યાં આવી કોઈ જ કંપની અસ્તિત્વમાં જ નથી. એસીબીએ કુલ 26 પાનકાર્ડની વિગતો ઈન્કમટેકસ વિભાગ પાસે મગાવી છે.