Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

યુક્રેન પર હુમલા અંગે અમેરિકા અને યુરોપના દેશોએ રશિયા પર પ્રતિબંધ મૂક્યો છે અને તેની પાસેથી ઈંધણ ખરીદવા પર પ્રતિબંધ મુકેલા છે. જ્યારે ભારતે અમેરિકા-યુરોપના વાંધાને નજરઅંદાજ કરીને રશિયા પાસેથી સસ્તું ખનિજ તેલ ખરીદવાનો નિર્ણય લીધો હતો. હવે એ જ રશિયાનું ખનિજ તેલ યુરોપના દેશો ભારત પાસેથી રિફાઈન્ડ ઈંધણ તરીકે વધુ કિંમત ચૂકવીને ખરીદી રહ્યા છે. સ્થિતિ એવી છે કે, ભારતીય તેલ રિફાઈનરીઓ પર યુરોપના મોટા માર્કેટે કબજો કરી લીધો છે.


ડેટાથી સ્પષ્ટ થાય છે કે, યુરોપ ભારતના માધ્યમથી વિક્રમી પ્રમાણમાં રિફાઈન્ડ રશિયન ઈંધણ ખરીદી રહ્યું છે અને તેના બદલે મોટી રકમ પણ ચુકવી રહ્યું છે. આ કારણે યુરોપના લોકોને ઈંધણ પર ટેક્સના સ્વરૂપમાં પોતાનાં ખિસ્સા ખાલી કરવા પડી રહ્યા છે. મુખ્ય ક્રૂડ એનાલિસ્ટ વિક્ટર કૈટોનાએ કહ્યું કે, ‘તમામ પ્રતિબંધો છતાં રશિયાનું ખનિજ તેલ યુરોપમાં પરત આવી રહ્યું છે. ભારતની ઈંધણની નિકાસમાં તેજી આ વાતનું ઉદાહરણ છે. ગયા વર્ષે ઓગસ્ટમાં જોવા મળ્યું હતું કે, યુરોપના દેશ ચીન પાસેથી જે એલએનજી ખરીદી રહ્યા છે તે રશિયાનો છે, જેને ચીન સસ્તામાં ખરીદીને મોંઘા ભાવે વેચી રહ્યું છે. હવે પેટ્રોલ, ડીઝલમાં ભારત પણ આમ જ કરી રહ્યું છે.’ બ્લૂમબર્ગના રિપોર્ટમાં લખાયું છે કે, ‘રશિયાનું ખનિજ તેલ હજુ પણ ભારતની મદદથી યુરોપને તાકાત પૂરી પાડી રહ્યું છે.’