યુએસની ચૂંટણીમાં ટ્રમ્પની જીત બાદ ટ્રમ્પ પોલિસીની વૈશ્વિક સ્તરે આર્થિક અને માર્કેટ પર શું અસર જોવા મળી શકે છે? આપણે એક પ્રસ્તાવ અને તેની યુએસની રાજકોષીય ખાધ પર થનારી અસર અંગે અવગત છીએ, પરંતુ શું એકંદરે આ અસર માત્ર મર્યાદિત જ હશે. શું અનેકવિધ આર્થિક પરિબળો પોલિસી પર અસર કરે છે?
ફેડ દ્વારા રેપોરેટમાં વધારા છતાં યુએસનું અર્થતંત્ર સ્થિતિસ્થાપક રહ્યું છે અને તાજેતરમાં જ રજૂ કરાયેલા ડેટા ત્યાંના અર્થતંત્રની સ્થિતિસ્થાપકતાને દર્શાવે છે. ગત વર્ષે જીડીપીના આંકડાઓમાં પણ ફેરફાર થયો હતો. જો કે રાજકોષીય ખાધ જીડીપીના 6.4% છે (અર્થતંત્રના સારા પ્રદર્શન વખતે આ સ્થિતિ છે) અને તે 10 વર્ષ બાદ પણ તે 7%ની આસપાસ રહી શકે છે.
ટ્રમ્પની પ્રસ્તાવિત યોજનાઓથી આગામી 10 વર્ષમાં રાજકોષીય ખાધ પણ 7%ને બદલે વધીને 10%ની આસપાસ પહોંચી જશે. તેમાં મહત્વનો ફાળો વર્ષ 2017માં જ્યારે તેઓ રાષ્ટ્રપતિ હતા ત્યારથી ચાલતો આવતો જોબ એક્ટ અને ટેક્સ કટ છે. જેમાં વ્યક્તિગત આવક, એસ્ટેટ અને ગિફ્ટ ટેક્સના ઓછા સ્તર અને કંપનીઓ દ્વારા કેટલાક રોકાણ પર કપાતની જોગવાઇ સામેલ છે. જો તેને વર્ષ 2025ના અંત સુધી વિસ્તારવામાં આવશે, તો તેનાથી આગામી 10 વર્ષમાં જ રાજકોષીય ખાધમાં વધુ $5.3 ટ્રિલિયનનો ઉમેરો થશે. જો કે કેટલાક પગલાંઓને કારણે બચત વધી શકે છે પરંતુ સરકારી ખર્ચમાં પણ ઘટાડો થઇ શકે છે તેવું બંધન AMCના ફિક્સ્ડ ઇનકમના અર્થશાસ્ત્રી અને વાઇસ પ્રેસિડેન્ટ શ્રીજિત બાલાસુબ્રમણ્યમે જણાવ્યું હતું.